Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના સેતાલુસમાં ધૂળેટીના દિને કેફી પ્રવાહી પીધા પછી શ્રમિકનું મૃત્યુ

કામ કરતી વેળાએ ભેખડ ધસી પડતાં યુવકનું મોતઃ

જામનગર તા. ૨૮ઃ લાલપુરના સેતાલુસમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતિય શ્રમિકે ધૂળેટીના દિવસે કોઈ કેફી પ્રવાહી પી લીધા પછી સારવારમાં તેનું મૃત્યુ નિપજ્યું છે. કાલાવડના ભાવાભી ખીજડિયા ગામમાં કૂવામાં ઉતરી કામ કરતા એક શ્રમિક પર મોત બનીને ભેખડ ધસી પડી હતી. પોલીસે અપમૃત્યુના બંને બનાવની તપાસ હાથ ધરી છે.

લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ છત્તીસગઢના બલરામપુર જિલ્લાના સુરગણપન ગામના વતની સુખલાલ શ્રીરામ પાંડો (ઉ.વ.૩૦) નામના યુવાને ગઈ તા.૨૫ના દિને કોઈ નશીલો પદાર્થ પી લીધો હતો.

તેની જાણ થતાં સાથે જ ખેતમજૂરી કરતા રાજેન્દ્ર જેઠુભાઈ કોરવાએ આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સુખલાલનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામમાં ગિરવતસિંહ માલુભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં આવેલા કૂવામાં ખોદકામ કરવાનું હોવાથી તેઓએ મૂળ રાજસ્થાનના રાજસબંદ જિલ્લાના મજેરા ગામના વતની લાલરામ હજારીરામ ભીલ (ઉ.વ.રર)ને બોલાવ્યા હતા. લાલરામ તથા અન્ય વ્યક્તિઓ ગઈ તા.૧૧ના દિને ખોદકામ માટે આવ્યા હતા.

આ યુવાનો કૂવામાં ઉતરીને કામ કરતા હતા ત્યારે અચાનક જ એક ભેખડ ધસી પડી હતી. તે ભેખડ લાલરામના માથા પર પડતા કૂવામાં પટકાયેલા આ યુવાનને ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવ્યા પછી લાલરામનું મૃત્યુ થયું છે. પરતારામ ત્રિલોકરામ ભીલે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh