Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં ખરીદ અને વેંચાણ માટે આજથી નવી સિસ્ટમ અમલીઃ બે તબક્કામાં થશે લાગુ

વિશ્વમાં આ પ્રકારની સિસ્ટમ અપનાવનાર ભારત બીજો દેશ બન્યોઃ

મુંબઈ તા. ર૮ઃ શેરબજારમાં આજથી શેરોના ખરીદ-વેંચાણ માટે નવી સિસ્ટમ અમલી બની છે, જે બે તબક્કામાં લાગુ થશે, જો કે હાલતુરંત આ નવી સ્કીમ ઓપશનલ છે.

શેરબજારમાં દેશની ખરીદી અને વેંચાણ સંબંધિત નવી સિસ્ટમ આજથી લાગુ થઈ રહી છે. હવેથી તમે અહીં શેર વેંચ્યા અને પૈસા તે જ દિવસે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જએ આવી કંપનીઓની યાદી જાહેર કરી છે, જેમાં આજથી આ સિસ્ટમ લાગુ થશે. માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું છે કે, શેરબજારમાં આ સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ટીપ્લસ૦ સેટલમેન્ટ સિસ્ટમ ટ્રેડ્સ માટે બપોરે ૧-૩૦ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે. જેમાં સાંજે સાડાચાર વાગ્યા સુધીમાં પૈસા અને શેરના સેટલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

બીજા તબક્કામાં ઝડપી નિકાલનો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે. જેમાં ફંડ અને સિક્યોરીટીઝ બન્નેનું ટ્રેડ ટુ ટ્રેડ સેટલમેન્ટ કરવામાં આવશે. આજથી શેરની ખરીદી અને વેંચાણ માટે ચૂકવણીની સિસ્ટમ બદલાઈ રહી છે. બીએસઈ એ આજથી શરૂ થતા પીપ્લસઓ સેટલમેન્ટ સાયકલ માટે રપ શેરોની યાદી બહાર પાડી છે. બીએસઈએ જણાવ્યું હતું કે, સેબીએ આ મહિનાની શરૂઆતમાં વૈકલ્પિક ધોરણે ટીપ્લસ૦ ટ્રેડ સેટલમેન્ટ સાયકલના બીટા વર્ઝન માટે ફેમવર્ક રજૂ કર્યા પછી તેણે આ પગલું ભર્યું છે. ટીપ્લસ૦ સેટલમેન્ટ સાયકલ માટે લાયક શેર્સમાં અંબુજા સિમેન્ટ્સ અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા અને બીપીસીએલ વગેરેનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ટીપ્લસ૦ સેટલમેન્ટ સાયકલ એક્સચેન્જો પર વૈકલ્પિક ધોરણે લાઈવ થશે. અત્યારે આ સિસ્ટમ વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ટીપ્લસ૧ સેટલમેન્ટ ચાલુ રહેશે. ટીપ્લસ૦ સેટલમેન્ટના બીટા વર્ઝન પછી ઈન્સ્ટન્ટ સેટલમેન્ટને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં સમય લાગશે.

સેબીના જણાવ્યા અનુસાર આવતા વર્ષે માર્ચ સુધીમાં તેનો સંપૂર્ણ અમલ થઈ જશે. સેબીએ ર૧ માર્ચે ટીપ્લસ૦ સેટલમેનટ સિસ્ટમના બીટા વર્ઝન માટે ફેમવર્ક બહાર પાડ્યું હતું. હાલમાં ભારતીય શેરબજાર તમામ શેરો માટે ટીપ્લસ૦ સેટલમેન્ટ ચક્ર પર કામ કરે છે. પતાવટ એ શેરબજારમાં શેર ખરીદનારાના ખાતામાં શેરનું ટ્રાન્સફર અને વેંચનારના ખાતામાં વેંચાયેલી શેરની રકમનું ટ્રાન્સફર છે. ટીપ્લસ૦ સેટલમેન્ટમાં શેરની ખરીદી અને વેંચાણની પતાવટ એ જ દિવસે થશે. ટીપ્લસ૦ પતાવટના પ્રથમ તબક્કામાં સમાન-દિવસની પતાવટ લાગુ કરવામાં આવશે. ત્યારપછી તે જ દિવસે ખરીદનારને શેર ફાળવણી કરવામાં આવશે અને તે જ દિવસે વેંચનારના ખાતામાં નાણા જમા કરવામાં આવશે. હા, ટીપ્લસ૦ શેરોમાં ટ્રેડિંગ સેટલમેન્ટ રજાઓ પર થશે નહીં.

શરૂઆતમાં આ વિકલ્પ રપ શેરોના પસંદગીના સમૂહ અને મર્યાદિત સંખ્યામાં બ્રોકરોને ઉપલબ્ધ હશે, પરંતુ બાદમાં કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં વેપાર કરવા માટે પાત્રતા ધરાવતા તમામ સભ્યો ટીપ્લસ૦ સેટલ સિક્યોરીટીઝમાં વેપાર કરી શકશે. ભારતીય સ્ટોક એક્સચેન્જમાં હાલમાં ટીપ્લસ૧ અનુસરવામાં આવે છે. આનો અર્થ એ છે કે ઓર્ડર પૂૃણ થયાના ર૪ કલાકની અંદર ખરીદનાર અને વિક્રેતાના ખાતામાં ભંડોળ અને સિક્યોરીટીઝ જમા કરવામાં આવે છે.

જો રોકાણકારો ટ્રેડિંગ દિવસે બપોરે ૧-૩૦ વાગ્યા સુધીમાં શેરનો વેપાર કરે છે, તો તેમનું સેટલમેન્ટ ૪-૩૦ વાગ્યા સુધીમાં થઈ જશે. બીજા તબક્કામાં બપોરે ૩-૩૦ વાગ્યા સુધી કરવામાં આવેલા તમામ વ્યવહારો માટે વૈકલ્પિક તાત્કાલિક વેપાર-બાય-ટ્રેડ સેટલમેન્ટ સુવિકા પ્રદાન કરવામાં આવશે. પતાવટનો પ્રકાર બદલવો શક્ય નથી. એકવાર વેપાર ટીપ્લસ૦ માં થઈ જાય પછી સેટલમેન્ટનો પ્રકાર બદલવો શક્ય બનશે નહીં, કારણ કે ટીપ્લસ૦ અને ટીપ્લસ૧ (વેપાર પ્લસ ૧ દિવસ - ટીપ્લસ ૦ સેટલમેન્ટ નિયમ) સેટલમેન્ટ સિસ્ટમ લાગુ છે. જ્યારે વિશ્વભરના મોટાભાગના શેરબજારોમાં નવી સિસ્ટમ પર સોદા પતાવટ કરવામાં આવે છે. હવે ભારત ટીપ્લસ૦ સીસ્ટમ લાગુ કરનાર બીજો દેશ બનશે. હાલમાં ચીનમાં આ સિસ્ટમ પહેલાથી જ લાગુ છે.

શેર માર્કમાં ટીપ્લસ૦ સેટલમેન્ટ સિસ્ટમ હાલમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી રહી છે. આ માટે બીએસઈ એ રપ કંપનીઓના શેરની યાદી બહાર પાડી છે. અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, બિરલાસોફ્ટ સિપ્લા, સિપ્લા કોફોર્જ, ડિવિસ લેબોરેટરીઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ કંપની, જેએસડબલ્યુ સ્ટીલ, એલઆઈસી, હાઉસીંગ ફાઈનાન્સ, હાઉસીંગ ફાઈનાન્સ, એલટીઆઈ મીન્ડટ્રી એમઆરએફ નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો

આજે શરૂઆતથી જ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. અને છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સમાં ૯૦૧ અને નિફ્ટીમાં ૨૯૬ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh