Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હળવી કલમ હેઠળ ગુન્હો નોંધાયાની રજૂઆતઃ
જામનગર તા. ૨૮ઃ લાલપુરના હરીપરમાં મંગળવારની સાંજે રાજકોટના વકીલ પર બે શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. તે બાબતની ફરિયાદ લાલપુર પોલીસે નોંધ્યા પછી આ ગુન્હામાં આરોપીઓ સામે હત્યા પ્રયાસની કલમનો ઉમેરો કરવાની માગણી એડવોકેટે ગૃહમંત્રી, એસપીને પાઠવેલી અરજીમાં કરી છે.
લાલ૫ુરના હરીપર ગામમાં વારસાઈની ૧૪ વીઘા જેટલી જમીન ધરાવતા મૂળ હરીપરના અને હાલમાં રાજકોટમાં રહેતા એડવોકેટ અનિલ રવજીભાઈ પણસારાએ હરીપરના જ નારદ કેશવજીભાઈ સંઘાણી તથા મહિપતસિંહ કલુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પિતાની ખેતીની જમીન અંગે થોડા મહિના પહેલા તેઓએ કોર્ટમાં કેસ કર્યાે હતો.
આ કેસની મંગળવારે લાલપુરની કોર્ટમાં તારીખ હતી તેમાં હાજર થવા અનિલભાઈ તથા તેમના પત્ની લાલપુર આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી પછી તારીખ પડતા આ દંપતી હરીપરમાં પોતાની જમીન પાસે આવ્યા હતા. આ વેળાએ ત્યાં ધસી આવેલા નારદ સંઘાણી તથા મહિપતસિંહે કેસ પાછો ખેંચી લેવાનું કહી ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉપરોક્ત ફરિયાદ લાલપુર પોલીસે આઈપીસી ૩૨૩, ૧૧૪, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩પ (૧) હેઠળ નોંધી છે. આ ગુન્હામાં આઈપીસી ૩૦૭ હેઠળ હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધવા એડવોકેટ અનિલ પણસારાએ રાજ્યના ગૃહમંત્રી તેમજ જામનગર એસપી અને લાલપુર પીએસઆઈને અરજી કરી છે.
અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ આ શખ્સો સામે હળવી કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે ત્યારે જામીનમુક્ત થઈ આ શખ્સો ફરીથી હુમલો કરી શકે છે. થોડા દિવસ પહેલાં જ જામનગરમાં એક એડવોકેટની હત્યા કરવામાં આવી છે ત્યારે હળવી કલમમાં ધરપકડ પામેલા આરોપીઓ કાયદાને મજાક સમજી આગામી તારીખે જ્યારે એડવોકેટ અનિલ પણસારા ફરીથી કોર્ટમાં આવશે ત્યારે તેમના પર હુમલો થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial