Advertisement
Author: નોબત સમાચાર

ગોમતી નદી પાર કરીને પંચકૂઈ જતા ૪૦ યાત્રિકો ફસાતા રેસ્કયૂ કરાયા

યાત્રાધામ દ્વારકામાં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ

દ્વારકા તા. ર૮ઃ દ્વારકાની ગોમતી નદી પાર કરીને પંચકુઈ ૫ાસે ફસાતા ફાયર વિભાગે રેસ્કયું કામગીરી હાથ ધરી હતી. આ કારણે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો સવાલ ઉઠી રહ્યો છે.

દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોખમી દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પાણીનો પ્રવાહ વધતા સામા કાંઠેથી નદી પાર કરતા ૪૦ ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગોમતી નદીમાં આ રીતે યાત્રિકો પોતાના જીવની ચિંતા કર્યા વિના નદી પાર કરી રહ્યા છે, નદીમાં પાણી વધી જતાં સામે કાંઠે પંચકુઈ જઈ રહેલા ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કામગીરી હાથ ધરાઈ હતી. અવાર-નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતાં હોઈ છે ત્યારે કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે. સામે પાર જવા માટે સ્થાનિકો ગોમતી નદીમાંથી પસાર થતા હોય તેવા દૃશ્યો અનેકવાર સામે આવ્યા છે.

આજે પણ ૪૦ જેટલા લોકો નદી પાર કરી રહ્યા હતા અને અચાનક પાણીનો પ્રવાહ વધતા તેમાં ફસાયા હતા તો ફાયર વિભાગ દ્વારા તમામનું રેસ્કયૂ કરાયું છે અને સલામત રીતે બહાર કાઢ્યા છે, એક તરફ પોલીસનો બંદોબસ્ત હોય છે તેવું તંત્ર કહી રહ્યું છે, તો જો પોલીસ બંદોબસ્ત હોય તો આ લોકો કઈ રીતે નદીમાં પ્રવેશ્યા તે પણ એક સવાલ છે.

ગોમતી ઘાટમાં ઊંટ પર લોકોને જીવના જોખમે સવારી કરાવાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા હતાં. ૩ જેટલા ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને જીવના જોખમે સવારી કરાઈ હતી. ગોમતી નદીમાં ઊંટના પગ ડૂબી જાય તેટલું પાણી હોવા છતાં જોખમી સવારી કરી હતી. જો ઊંટ પડે તો ઉપર બેસેલા લોકો ડૂબી જાય તેવી પણ ભીતિ હતી. ગોમતી ઘાટ પર ફકત નામનો જ પોલીસ બંદોબસ્ત હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ પણ જોખમી સવારીના દૃશ્યો સામે આવ્યા હતાં. અવાર-નવાર જોખમી સવારીના વીડિયો આવતા અનેક સવાલો ઉત્પન્ન થાય છે.

વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો : https://youtube.com/shorts/3_4vtfbSvNw?feature=share

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh