Advertisement
Author: નોબત સમાચાર

લિકર પોલિસી કાંડના કેસમાં રિમાન્ડ પૂરા થતા અરવિંદ કેજરીવાલ કોર્ટમાં રજૂ

કોર્ટમાં શું ધડાકો કરશે, તેની અટકળો વચ્ચે

નવી દિલ્હી તા. ર૮ઃ લિકર પોલિસી કાંડ કેસમાં રિમાન્ડ પૂરા થતાં અરવિંદ કેજરીવાલને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેઓ આજે કોર્ટમાં શું ધડાકા કરશે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હતી.

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે રાજધાનીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમની પત્ની સુનિતા કેજરીવાલે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં મોટા ખુલાસો કરશે. આવી સ્થિતિમાં કેજરીવાલ શું મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે તે જોવા માટે સૌની નજર રાઉઝ એવન્યુ કોર્ટ પર જ હતી.

આ પહેલા બુધવારે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. કોર્ટે તેમની ધરપકડ અને ઈડીની કસ્ટડીના મામલે કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કેસમાં કોર્ટે ઈડી પાસેથી જવાબ માંગ્યો છે અને તેની આગામી સુનાવણી ૩ એપ્રિલના નક્કી કરી છે. બીજી તરફ કેજરીવાલની ધરપકડના કારણે સંઘર્ષ વધી ગયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી સતત એકબીજા સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે.

દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આપ નેતાઓ અને કાર્યકરોના વિરોધની અપેક્ષાએ, ૧૦૦૦ થી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટ, બીજેપી હેડક્વાર્ટર, એલજી હાઉસ, પીએમ હાઉસ, એચએમ હાઉસ અને બીજેપી અધ્યક્ષના ઘરની સુરક્ષા પણ વધારી દીધી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું કે ગઈકાલે સાંજે હું અરવિંદજીને જેલમાં મળી હતી. બે દિવસ પહેલા તેમણે દિલ્હીના જળ મંત્રી આતિષીને સંદેશો મોકલ્યો હતો કે પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. કેન્દ્ર સરકાર આ મામલે મુખ્ય પ્રધાન વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો. શું તેઓ દિલ્હીને બરબાદ કરવા માગે છે? અરવિંદજીએ મને કહ્યું કે દારૂ કૌભાંડની તપાસમાં ઈ.ડી.એ છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીમાં રપ૦ થી વધુ દરોડા પાડ્યા છે. કોઈપણ દરોડામાં પૈસા મળ્યા નથી. અરવિંદજીએ કહ્યું છે કે તેઓ ર૮ માર્ચે કોર્ટમાં આ વાત જાહેર કરશે. તેઓ આના પુરાવા પણ આપશે. અરવિંદજીએ કહ્યું છે કે મારૂ શરીર જેલમાં છે પણ મારો આત્મા તમારા બધામાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh