Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરેલું નિવેદન જવાબદારઃ
રાજકોટ તા. ર૮ઃ સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતમાં પણ પરસોતમ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉંઝા પોલીસમાં પણ અરજી થઈ છે.
સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટથી ભાજપે પોતાના લોકપ્રિય નેતા પરસોતમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી પર ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે હવે રૂપાલાની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આજે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ઉઝા પોલીસ સ્ટેશનમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એક અરજી આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે પરસોતમ રૂપાલા સામે કલમ ૧પ૩ મૂજબ કાર્યવાહી કરવામાં આવે.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરસોતમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરસોતમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરસોતમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે.
રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતાં, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતાં. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પણ નહોતા ઝૂક્યા.
ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ક્ષત્રિય સમાજની વિવિધ ૭૦ સંસ્થાઓ આ બેઠકમાં હાજર છે. તો આગામી સમયની રણનીતિ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial