Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના નાણામંત્રી નિર્માલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિનો સનસનીખેજ ધડાકોઃ ખળભળાટ
નવી દિલ્હી તા. ર૮ઃ ઈલેક્ટોરલ બોન્ડ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે અને ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે, તેવો દાવો કરતા દેશના નાણામંત્રીના પતિ પરાકલા પ્રભાકરે કરતા ખળભળાટ મચી ગયો છે.
કેન્દ્રિય નાણાપ્રધાન સીતારમણના પતિ અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો બની જશે. ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે.' મને લાગે છે કે, ચૂંટણી બોન્ડ સંબંધિત મુદ્દો આજની સરખામણીએ વધુ વેગ પકડશે. તે ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે. હવે બધા ધીમે-ધીમે સમજી રહ્યા છે કે આ ભારતનું જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આવી સ્થિતિમાં મને લાગે છે કે, આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો દ્વારા સખત સજા કરવામાં આવશે.
નાણાપ્રધાનના પતિ પરાકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમણે ર૦૧૪ થી ર૦૧૮ સુધી આંધ્રપ્રદેશ સરકારમાં સેવા આપી હતી, જ્યારે તેઓ સંચાર સલાહકાર પણ હતાં. આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં ર જાન્યુઆરી, ૧૯પ૦ ના જનમેલા પરાકલા પ્રભાકર, વર્ષ ૧૯૯૧ માં લંડ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.
ચૂંટણી બોન્ડ દ્વારા ર૦૧૯ થી ૧,ર૭,૬૯,૦૮,૯૩, ૦૦૦ રૂપિયા દેશના ઉદ્યોગોમાંથી રાજકીય પક્ષો અને વ્યક્તિગત સ્તરે કેટલીક વ્યક્તિઓને દાનમાં આપવામાં આવ્યા હતાં. આ ખુલાસો ત્યારે થયો જ્યારે ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટના આદેશ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી મળેલા ડેટાને વેબસાઈટ પર જાહેર કર્યો હતો. માહિતી અનુસાર રાજકીય પક્ષોએ પાંચ વર્ષમાં કુલ ર૦,૪ર૧ ઈલેક્ટોરલ બોન્ડ રિડિમ કર્યા, જેમાંથી ૧ર,ર૦૭૧ કરોડ રૂપિયાના હતાં.
૬૦,૬૦,પ૧,૧૧,૦૦૦ રૂપિયાની મહત્તમ રકમ ભાજપને ગઈ છે. જે કુલ રકમની લગભગ અડધી છે. પાર્ટીએ રૂ. ૧ કરોડના પ,૮પ૪ બોન્ડ અને રૂ. ૧૦ લાખના ૧,૯૯૪ બોન્ડ રિડિમ કર્યા હતાં. ૧ લાખ અને ૧૦ હજાર રૂપિયા ઉપરાંત તેણે ૧૦૦૦ રૂપિયાના ૩૧ બોન્ડ પણ રિડિમ કર્યા હતાં. બીજા સ્થાને, તૃણમુલ કોંગ્રેસએ રૂ. ૧૬,૦૯,પ૦,૧૪,૦૦૦ ના ૩,ર૭પ ઈલેક્ટોરલ બોન્ડ્સ રિડિમ કર્યા, જેમાં પ્રત્યેક ૧ કરોડના ૧,૪૬૭ બોન્ડ અને રૂ. ૧૦ લાખના ૧,૩૮૪ બોન્ડનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial