Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહન રોકવાની બાબતે બબાલ પછી થઈ હતી હત્યાઃ
જામનગર તા. ૨૮ઃ જામનગરના બેડ ટોલનાકા પર અગિયાર વર્ષ પહેલાં વાહન રોકવાની બાબતે ટોલનાકાના એક કર્મચારીની પાંચ શખ્સે હત્યા નિપજાવી હતી. તેની સાથે રહેલા મૃતકના પિતરાઈ ભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કર્યાે છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામ નજીકના ટોલનાકા પર ગઈ તા.૧૩-૭-૧૨ના દિને સવારે બહાદુરસિંહ રાજમલસિંહ જાડેજા ઉર્ફે બચુભા સહિતના વ્યક્તિઓ નોકરી પર હતા. આ વેળાએ મોટરમાં બેડ ગામના હીરા ઉર્ફે ગરવા સાજણ રબારી તેમજ બાઈકમાં મેરામણ સાજણ અને ગગુ સાજણ રબારી, અન્ય મોટરસાયકલમાં બાબુ કરમશી પરમાર, ભારા લાખા રબારી ઉર્ફે ફોગો નામના પાંચ શખ્સ આવ્યા હતા.
આ ટોળકીએ બહાદુર સિંહના ભાઈ સુરૂભા સાથે બોલાચાલી કર્યા પછી ગગુ સાજણે છરીથી સુરૂભાને ઈજા પહોંચાડી હતી. આ વેળાએ તારા ભાઈ બહાદુરસિંહના કહેવાથી અમારા વાહનોને ટોલ નાકા પર રોકવામાં આવે છે, તારા ભાઈને નોકરી મૂકી દેવાનું કહે તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારપછી બે દિવસ વિત્યે બહાદુરસિંહ તથા તેમના પિતરાઈ હેમેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા બેડ ગામની સીમમાં હોટલે આવ્યા હતા. જયાં ઉપરોક્ત પાંચેય શખ્સે બંને ભાઈઓને ઘેરી લઈ ધારીયા, ટોમી, તલવાર, છરી, પાઈપથી હુમલો કર્યાે હતો.જેમાં હીરા સાજણે માથામાં ધારીયુ અને ગગુ સાજણે માથામાં ટોમી મારતા તેમજ મેરામણે તલવાર વીંઝતા બહાદુરસિંહને ગંભીર ઈજા થઈ હતી. છોડાવવા વચ્ચે પડેલા હેમેન્દ્રસિંહને પણ માર મારવામાં આવ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને મોટરમાં જામનગર દવાખાને ખસેડાયા હતા જ્યાં બહાદુરસિંહનું સારવારમાં મૃત્યુ થયું હતું.
આ બાબતની પોલીસમાં હેમેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી હીરા ઉર્ફે ગરવા, ગગુ સાજણ, મેરામણ, ભારા ઉર્ફે ફોગા, બાબુ કરમશીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં મૂળ ફરિયાદીના વકીલ નિર્મળસિંહ બી. સરવૈયા, એચ.બી. પરમાર વગેરે તેમજ સરકાર પક્ષ તરફથી રોકાયેલા પી.પી. દીપકભાઈ ત્રિવેદીની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એસ.કે. બક્ષીએ આરોપીઓને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial