Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયાકાંઠે તણાઈ આવેલા મૃતદેહ અંગે તપાસઃ
જામનગર તા. ૨૮ઃ ભાણવડના શિવા ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે એક શ્વાન બાઈક આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં કૃષ્ણગઢ ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેઓ જામનગર દવા લેવા જતા હતા ત્યારે માર્ગમાં અકસ્માત થયો હતો. ગઈકાલે દ્વારકામાં ગાયત્રી મંદિર પાસે દરિયાકાંઠે તણાઈ આવેલા મૃતદેહનો પોલીસે કબજો સંભાળ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના દેવાભાઈ રાજશીભાઈ ભારવાડીયા (ઉ.વ.૭૩) નામના વૃદ્ધ ગઈકાલે સવારે પોતાના ઘરેથી મોટરસાયકલ પર જામનગર દવા લેવા જવા નીકળ્યા હતા.
તેઓ જ્યારે શિવા ગામના પાટિયા પાસે સવારે છએક વાગ્યે પહોંચ્યા ત્યારે અચાનક જ દોડીને એક શ્વાન રોડ પર ઉતરતા તેની સાથે ટકરાઈ પડેલુ બાઈક સ્લીપ થયું હતું. તેના પરથી ફંગોળાયેલા દેવાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ વૃદ્ધનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર નવનીતભાઈએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા શહેરમાં ગાયત્રી મંદિર પાસેથી ગઈકાલે બપોરે દરિયાકાંઠે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈને આવ્યો હતો. તેનો પોલીસે કબજો સંભાળ્યો છે. મૃતક ત્રીસેક વર્ષની વયના હતા. તેમના જમણા હાથના કાંડા પર અંગ્રેજીમાં ટી તેમજ નાના અક્ષરમાં ટીસી, આઈઓયુ તેમજ ગુજરાતીમાં તુલસી નામ ત્રોફાવેલુ છે. તે ઉપરાંત અંગુઠામાં અંગ્રેજીમાં વીર શબ્દ લખેલો છે. રણજીતભા નાગાજણભા માણેકનું નિવેદન નોંધી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial