Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો.૧ માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત
જામનગર તા. ર૮ઃ આરટીઈ એસીટી-ર૦૦૯ની કલમ ૧ર.૧(સી) હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં અગામી શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ ના જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત http://rte.orpgujarat.com
પર ઓનલાઈન અરજી કરવા અર્થે નિયામક, પ્રાથમિક શિક્ષકની કચેરી દ્વારા તા. ૦પ-૩-ર૪ ના જાહેરાત પ્રસિદ્ધ કરી તા. ૧૪-૩-ર૪ થી તા. ર૬-૩-ર૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.પરંતુ આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓના કારણે અરજદારઓને આવકનો દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજુઆતો મળેલ છે. ધ્યાને લઈ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. ૩૦-૩-ર૪, રાત્રિના ૧ર વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ.િંી.ર્િૅખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ષ્ઠદ્બ પર જઈ અરજી કરી શકાશે. તેમ સંયુકત શિક્ષણ નિયામક ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial