Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવાદ અરજી અમાન્ય રાખવામાં આવીઃ
જામનગર તા. ૨૮ઃ જામનગરના ગાગવા ગામમાં આવેલી એક કિંમતી જમીનના તકરારી કેસના અનુસંધાને જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની કોર્ટે વારસાઈ નોંધ સામે કરાયેલી વિવાદ અરજી અમાન્ય રાખી વારસાઈ અંગેની નોંધ મંજૂર કરવા હુકમ કર્યાે છે.
જામનગર તાલુકાના ગાગવા ગામમાં ધીરજલાલ નરશી ગુઢકા વગેરેના સંયુક્ત નામે જમીન નોંધાયેલી છે. જેમાં ઝવેરચંદ રાજપાર નામના ખાતેદારનું અવસાન થતાં તેમના વારસ જસ્મિનાબેન ઝવેરચંદ ગુઢકાએ ઓનલાઈન અરજી કરી પોતાનું નામ દાખલ કરવા રજૂઆત કરી હતી.
અરજી મુજબ ચાર વારસદારના નામ દાખલ કરવા વારસાઈ નોંધ કરાઈ હતી અને તેની નોટીસ બજવવામાં આવી હતી. જેમાં વાંધો લેવાતા મામલતદાર સમક્ષ તકરારી કેસ રજીસ્ટર કરાયો હતો. ભીવંડીમાં રહેતા જીતેન્દ્ર નરશી ગુઢકાએ વાંધો રજૂ કર્યાે હતો. તે કેસ આગળ ચાલ્યો હતો. તે કેસનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જસ્મિનાબેન તરફથી વકીલે રેકર્ડ આધારીત દલીલો કરતા ઠરાવ થયા પછી પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરવામાં આવી હતી.
તે અપીલ ચાલી જતાં પ્રાંત અધિકારીએ વિવાદી જીતેન્દ્ર નરશી ગુઢકાની અરજી અમાન્ય રાખવાનો અને વારસાઈ અંગેની નોંધ મંજૂર કરવાનો હુકમ કર્યાે છે. જસ્મિનાબેન તરફથી વકીલ હેમલ ચોટાઈ, હિરેન ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial