Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના જુના મોડાની તરૂણીને વાલ્વ અને હૃદયરોગની નિઃશુલ્ક સફળ સર્જરી

આરોગ્ય તંત્ર દ્વારા પીએમ-જય કાર્ડ યોજના હેઠળ

જામનગર તા. ર૮ઃ જામનગર તાલુકાના અલિયાબાડા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા જુના મોડા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા રામસંગ જાડેજાની પુત્રી મનિષાબા જાડેજા (ઉ.વ. ૧૭) પ્રસંગ અર્થે મહેસાણા ગયા હતાં, જ્યં તેને શ્વાસ ચડવો, ધબકારા વધી જવું જેવી તકલીફ થઈ હતી. પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરી જેમાં વાલ્વ અને હૃદયની તકલીફનું જણાવ્યું હતું. ત્યારપછી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને જામનગર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલિયાબાડાના મેડિકલ ઓફિસર ડો. મકસુદ સમાને ઓ.પી.ડી.માં આ તકલીફ વિશે વાત કરી હતી.

ત્યારપછી આરોગ્ય કેન્દ્ર હેઠળ કામ કરતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય ટીમના ડો. પ્રિયંકા રાબડિયા અને એફએચ.ડબલ્યુ ઉર્મિલા પરમાર દ્વારા ઘરે મુલાકાત કરી રિપોર્ટ તપાસ કરી અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જે હોસ્પિટલ દર્દીને દૂર હોવાથી રાજકોટની શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલમાં રીફર કરાયા હતાં અને ૬-૧-ર૦ર૪ ના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ ર ડી ઈકો, ઈસીજી, લોહી તપાસ કરાવ્યા પછી ૧ર-૧-ર૦ર૪ ના હૃદયની અને વાલ્વની સર્જરી કરી ક્ષતિને દૂર કરી ૧૮-૧-ર૦ર૪ ના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને દર ૬ મહિને નિયમિત તપાસ અર્થે કહેવામાં આવ્યું છે.

આરોગ્ય તંત્ર દ્વારા તરૂણીની સમગ્ર સારવાર અને વાલ્વની અને હૃદયના કાણાની સર્જરી તદ્ન વિનામૂલ્યે પીએમ જય કાર્ડ હેઠળ કરવામાં આવી હતી. તદ્ઉપરાંત દર્દીને આવવા જવાના ખર્ચ પેટે ભાડા પેટે ૩૦૦ રૂપિયા તેના ખાતામાં જમા કરવામાં આવ્યા હતાં. આરોગ્ય ટીમ દ્વારા હાલમાં દર્દીના ઘરે સમયાન્તરે મુલાકાત કરવામાં આવે છે. દીકરી હાલ પહેલાની જેમ શાળાએ અભ્યાસ કરવા જાય છે. માતા-પિતા અને પરિવાર ગદગદિત થઈ ડોક્ટરો અને આરોગ્ય તંત્રનો આભાર માન્યો હતો. તેમ ચિરાગભાઈ પરમાર અને ડોક્ટરની ટીમે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh