Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો.૧૦ માં મુખ્ય પાંચ અને બે વૈકલ્પિક વિષયો રહેશે
નવી દિલ્હી તા. ર૮ઃ નવા શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ થી નવો અભ્યાસક્રમ લાગુ પડશે, તે મુજબ ધો. ૧૦ મા પાંચ મુખ્ય, બે વૈકલ્પિક વિષય, ધો. ૧ર માં સાત વિષયો રહેશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન શૈક્ષણીક વર્ષ ર૦ર૪-રપ માટે ધો. ૧૦ અને ૧ર નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ ર૦ર૪-રપ માં ધો. ૧૦ અને ૧રની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઈટ પર જઈને અભ્યાસક્રમ ચેક તેમજ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે તે માટે અભ્યાસક્રમ હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ અપાયો છે.
ધો. ૧૦ માં વિદ્યાર્થીઓ માટે પાંચ વિષય મુખ્ય અને બે વિષય વૈકલ્પિક રહેશે. ધો. ૧ર માટે સાત વિષયો ભાષા, હ્યુમનિટી, મેથેમેટિકસ, સાયન્સ, સ્કિલ સબ્જેકટ, જનરલ સ્ટડી, હેલ્થ અને ફિઝિકલ એજ્યુકેશન મુખ્ય વિષય રહેશે. વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સ્કિલ લેવલ વિકસિત થાય તેમજ વિદ્યાર્થીઓ ર૧ મી સદીની સ્કિલથી પરિચીત થાય તે રીતે અભ્યાસક્રમ ઘડવામાં આવ્યો છે. ધો. ૧૦ માં ક્રિએટિવ થિંકિંગ, સેલ્ફ અવેરનેસ, લીડરશિપ, ટેકનોલોજી અને મીડિયા જાગૃતિ, મ્યુઝિક, પેઈન્ટિંગ, એનસીસી, કોમ્પ્યુટર જેવા વિષયો પણ સામેલ કરાયા છે. ધો. ૧૦ માં ૪૦ જેટલી ભાષાઓની યાદી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતી, થાઈ, તામિલ, હિન્દી, મરાઠી, સિંધી, નેપાલી, રશિયન જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. ધો. ૧ર માં વિદ્યાર્થી ૩૪ ભાષાઓમાંથી પસંદગી કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial