Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુભાષબ્રિજ પર દિવ્યાંગ વ્યક્તિ સ્લીપ થયાઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ઉર્ષના કાર્યક્રમમાં જવા નીકળેલા યુવાનોએ માર્ગમાં બાઈક રેસ શરૂ કરી હતી. જેમાં એક બાઈક સ્લીપ થતાં એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યંુ છે. બીજાને ઈજા થઈ છે. સુભાષ બ્રિજ પર સ્કૂટર સ્લીપ થતાં દિવ્યાંગ વ્યક્તિ ફસડાઈ પડ્યા હતા. તે ઉપરાંત ગુલાબનગર ઓવરબ્રિજ પાસે બાઈક-સ્કૂટર ટકરાતા એકને ઈજા થઈ છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કાપડ મિલ પાસે રહેતા વિમલ કિશોરભાઈ પરમાર (ઉ.વ.૨૮) તથા તેના મિત્રો શુક્રવારે રાત્રે રાજકોટમાં યોજાયેલા એક ઉર્ષના કાર્યક્રમમાં જવા નીકળ્યા હતા.
આ યુવાનોએ જ્યારે ધ્રોલથી પડધરી વચ્ચે પહોંચ્યા ત્યારે બાઈક રેસ શરૂ કરી હતી. જેમાં વિમલ કિશોરભાઈએ પોતાનું મોટરસાયકલ પુરઝડપે ચલાવતા લૈયારા ગામ પાસે તેનું મોટરસાયકલ સ્લીપ થતા પછડાયેલા વિમલને મ્હોં તથા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જ્યારે રાહુલ નામના બીજા યુવાનને પણ ઈજા પહોંચી હતી.
બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા પછી વિમલનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે. જ્યારે રાહુલને સારવાર આપવામાં આવી રહી છે. મૃતકના ભાઈ રવિ કિશોરભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા પ્રભાતભાઈ કાનાભાઈ ડાંગરના નાનાભાઈ ગઈ તા.૧૭ની રાત્રે એક્ટિવા સ્કૂટરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસેથી જતા હતા ત્યારે જીજે-૧૦-ડીએચ ૪૭૦૪ નંબરના મોટર સાયકલના ચાલકે અકસ્માત સર્જયો હતો.
જામનગરના સુભાષબ્રિજ પરથી એક દિવ્યાંગ વ્યક્તિ શનિવારે સાંજે પોતાના સ્કૂટરમાં પસાર થતા હતા ત્યારે કોઈ રીતે સ્કૂટર સ્લીપ થતાં જમીન પર ફસડાઈ પડેલા આ વ્યક્તિ ઉભા થઈ શકતા ન હતા. દોડી આવેલા અન્ય લોકોએ તેઓને ઉઠાવી ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial