Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક કોર્પોરેટર દોડ્યાઃ
જામનગર તા. ર૯ઃ જામનગરમાં પંડિત નહેરૂ માર્ગ-ડીકેવી રોડ પર પટેલ કોલોની શેરી નંબર બે ના ખૂણા પાસે એક રેંકડીમાંથી તેલનો ડબ્બો નીચે પડી ગયો હતો અને તેનો ઢાંકણ ખૂલી જવાથી અને ડબ્બો તૂટી જવાથી માર્ગ પર તેલ ઢોળાયું હતું અને ચોતરફ ફેલાઈ ગયું હતું, જેના કારણે વાહન વ્યવહાર અવરોધાયો હતો. કેટલાક વાહનચાલકો તો સ્લીપ પણ થયા હતાં.
આ બનાવની જાણકારી મળતા સવારે ૯ વાગ્યાના અરસામાં સ્થાનિક કોર્પોરેટર સુભાષભાઈ જોષી ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મહાનગરપાલિકાના સફાઈ કામદારોને બોલાવી તાત્કાલીક સૌ પ્રથમ તેલવાળા ભાગમાં રેતી મંગાવીને પાથરી દીધી હતી. ત્યારપછી રોડને સાફ કરાવ્યો હતો. જેમાં હજુ પણ તેલનો ભાગ રહ્યો હોવાથી બીજી વખત રેતી નખાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial