Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક ધારાસભ્યોની રજૂઆતથી
જામનગર તા. ર૯ઃ જામનગર જિલ્લાના ત્રણ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા તથા હેમતભાઈ ખવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કુલ ર૧૮.૬પ કિ.મી.ની લંબાઈના રોડ-રસ્તાની મરામત અને નવીનિકરણના કામ માટે રૃા. ૧૦ર કરોડ ૯પ લાખના ખર્ચને સરકારે મંજુરી આપી તેનો જોબ નંબર ફાળવ્યા છે. હવે ટૂંક સમયમાં અનેક ગામડાને રોડની વધુ સારી સુવિધા મળશે.
જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની રજૂઆતને ધ્યાનમાં લઈને જામનગર તાલુકાના લાખાબાવળ, મોટી બાણુંગાર, અણીયા, વંથલી રે. સ્ટેશન, એપ્રોચ રોડ અને ધુતારપરના સુમરા-ખારાવેઢાના કુલ ૧૪.૪૦ કિ.મી.ની લંબાઈના માર્ગ માટે રૃા. ૬૦૦ લાખના કામને મંજુરી આપવામાં આવી છે.
જામજોધપુર-લાલપુર બેઠકના ધારાસભ્ય હેમતભાઈ ખવાની રજૂઆતના પગલે લાલપુરના નવા ધુણિયા અને ટેભડા-ગોદવરીવાળા ૧૧.૩૦ કિ.મી.ની લંબાઈના રૃા. ૪૯૦ લાખના ખર્ચે રસ્તાના કામો થશે.
આ ઉપરાંત જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની અન્ય રજૂઆતના પગલે તાલુકાના નારણપુર-નાઘુના, લાવડિયા-મકવાણા, ઢંઢા, શંકરપુર, ખંભાલીડા, ચેલા, અલિયા-ચાવડા, અને ખીલોસવાળા માર્ગ મળી કુલ ર૯.૯૦ કિમીના માર્ગ માટે રૃા. ૧ર૪પ ના ખર્ચવાળા રોડના કામ માટે જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.
જ્યારે લાલપુર-જામજોધપુર બેઠકના ધારાસભ્ય હેમતભાઈ ખવાની રજૂઆતના અનુસંધાને કુલ ૭૭.૪૦ કિ.મી.ની લંબાઈના રસ્તાની મરામત માટે રૃા. ૩૯૮૦ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે.
આ ઉપરાંત કાલાવડ બેઠકના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની રજૂઆતના અનુસંધાને ધ્રોળ-કાલાવડ તાલુકાના જુદા જુદા ગામડાના કુલ ૯પ.૬પ કિ.મી.ની લંબાઈના કુલ રૃા. ૪૦૦૦ લાખનો ખર્ચ રોડની મરામત નવીનિકરણ માટે મંજુર કરી તેના પણ જોબ નંબર ફાળવાયા છે.
આમ હવે આગામી ટૂંક સમયમાં ત્રણ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોને રોડ-રસ્તાની વધુ સારી સુવિધા મળતી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial