Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ..૧૬ લાખ ૩૨ હજારના આપ્યા હતા બે ચેકઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના શીપીંગના એક વ્યવસાયીએ બેંગ્લોરના આસામી સામે રૃા.૧૬ લાખ ૩૨ હજારના બે ચેક પરત ફર્યાની ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદસજા ફટકારી છે.
જામનગરની સી-લાઈન શીપીંગ કંપની પાસેથી બેંગ્લોરના ભુવન નારાયણ નામના આસામીએ માંગરોળ બંદર પર સમારકામ માટે બાર્જ ભાડે મેળવ્યું હતું. તેના ભાડાના હિસાબ પછી રૃા.૧૬ લાખ ૩૨ હજારની રકમના બે ચેક આપવામાં આવ્યા હતા.
તે બંને ચેક પરત ફરતા ભુવન સામે જામનગરની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ભુવનને તકસીરવાન ઠરાવી બે વર્ષની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial