Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૩૧મો ગુજરાત રૂદ્રાક્ષ મહોત્સવ

જામનગર તા. ૨૯ઃ વડોદરાની વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા રૂદ્રલાઈફ, મુંબઈ દ્વારા અલભ્ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું તા. ૨૮ થી ૩૧ જાન્યુઆરી સુધી હોટલ પ્રેસિડેન્ટમાં સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.

રૂદ્રલાઈફ સંસ્થા દ્વારા વિશ્વમાં ૯૫૦થી પણ વધારે સફળ રૂદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલું છે. આ પ્રદર્શનમાં ૧ થી ૧૪ મુખી રૂદ્રાક્ષની સિદ્ધમાળા, અનન્ય ઈન્દ્રમાળા જેન્યુઈન ૧ થી ૨૧ મુખી બીડ્સ તથા સ્ફટીકમાળાનું અદ્ભુત કલેક્શન ઉપલબ્ધ રહેશે.

અત્યાર સુધીમાં સૌપ્રથમ વખત રૂદ્રલાઈફ દ્વારા ગુજરાત રૂદ્રાક્ષ મહોત્સવ નિમિત્તે ખાસ આકર્ષક કિંમતો રજુ કરવામાં આવી છે. આખા વર્ષમાં એક જ વાર આપણાં શહેરમાં ખાસ કિંમતનો લાભ રૂદ્રલાઈફ દ્વારા અપાશે તેવી પ્રથમ પહેલ છે.

ભારતમાં એકમાત્ર રૂદ્રલાઈફ સંસ્થા આઈએસઓ ૯૦૦૧-૨૦૧૫ લેબ ટેસ્ટેડ, સર્ટિફીકેટ સાથે રૂદ્રાક્ષ ઉપલબ્ધ કરાવે છે. આપના હેલ્થ પર્સનાલિટી તથા ગ્રોથ માટે તજજ્ઞ શ્રી તનય સીઠાની નિષ્ણાત ટીમ દ્વારા રૂદ્રાક્ષ કોમ્બીનેશન સાથે રૂદ્રાક્ષ ઉપલબ્ધ કરાવે છે. આપના જુના રૂદ્રાક્ષની ચકાસણી પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. નિષ્ણાત કારીગરો આ૫ના કોમ્બીનેશન મુજબ સ્થળ ઉપર જ માળા બનાવી આપે છે. રૂદ્રાક્ષની પૂજા-અભિષેક એક્ઝિબીશન સ્થળ પર જ કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh