Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરજમાં બેદરકારી દાખવવા બદલ
જામનગર તા. ર૯ઃ સૂચના હોવા છતા બસ રિપેર ન કરાવીને પોતાની ફરજમાં બેદરકારી દાખવતા ધ્રોલના એસ.ટી.ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ મંજુરી વગર હેડ કવાર્ટર છોડી નહીં શકે.
ગત તા.ર૭-૧ર-ર૩ ના રોજ બસમાં એક પણ મીટર કામ કરતા ન હતાં, સીટો ફાટેલી તેમજ નીચે પડી ગઈ હતી અને બસમાં કેટલીક વિન્ડો લાગેલી ન હતી આ ખામી દુર કરવા ધ્રોલ એસ.ટી.ના મેનેજર રફીકભાઈ એ.શેખને સૂચના આપવામાં આવી હતી. આમ સૂચના હોવા છતાં પણ બસ રિપેર ન કરાવતા ડેપો મેનેજર રફીકભાઈ શેખ સામે કડક પગલા લઈ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ડેપો મેનેજર રફીકભાઈ વિરૂદ્ધ ચાલી રહેલ ખાતાકીય તપાસ દરમિયાન તેઓને તા. ર૩-૧-ર૪ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સસ્પેન્સનના સમય દરમિયાન તેઓને ડીડબલ્યુએસ વિભાગીય મંત્રાલય એસ.ટી. જામનગરની સમક્ષ હાજરી પુરાવાની રહેશે.
રફીકભાઈને સસ્પેન્શન દરમ્યાન હાલ મળતા પગારને બદલે સર્વિસ રેગ્યુલેશનની કલમ ૮૩-બી મુજબ પ૦ ટકા પગાર અથવા ડેપો મેનેજર-બી ની કક્ષાનો મૂળ પગાર તે બે માંથી જે વધારે હોય તે પગાર સબસીટેન્સ એલાઉન્સ તરીકે ચૂકવવામાં આવશે. ડબ્લ્યુએસ વિભાગીય મંત્રાલય એસ.ટી. જામનગરની પૂર્વ મંજુરી વગર રફીકભાઈ હેડ કવાર્ટર છોડી નહીં શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial