Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરના દ્વારેથી... બીજા સંગઠનોમાં મેમણ આગળ

ભારત વિશાળ જ્ઞાતિનો સંસ્કૃતિવાળો પ્રદેશ ગણાય છે. એકલા ગુજરાતમાં અઢારથી વધુ જાતિ, જ્ઞાતિ, સમાજના લોકો વસે છે. તેમાં લઘુમતિ કોમમાં મુસ્લિમ સમાજમાં પણ ત્રણ-ચાર ફાંટા કે ફિરકા પડે છે તેમાં સૌરાષ્ટ્રનાં મેમણ સમાજ દ્વારા ભારત વર્ષના મેમણો ભેગા થઈને સમાજના વિકાસ  માટે આગળ આવ્યા છે.મેમણ સમાજના શરીફ મેમણના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સેવાકિય, પ્રવૃત્તિ યુવાનોને શિક્ષણ, ઘર વિહોણાને ઘર તેમજ આરોગ્યને લગતી સેવા સરકાર સાથ તાલ મિલાવી કામગીરીની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઘર વિહોણાને ઘર મળી રહે તે હેતુ સર એકલા જામનગરમાં ૮૪ મકાનોની રહેઠાણ માટે વ્યવસ્થા કરી છે.

અમદાવાદમાં શરીફ મેમણની તેમના નામના ગુણ પ્રમાણે જ વિવિધ સંગઠનો સાથે જોડાઈને સબકા સાથે સબકા વિકાસ ના સુત્ર સાથે આગળ વધી રહ્યા છે. જરૂરિયાતમંદને દાન નહીં પણ રકમ આપી ધંધા સાથે જોડે છે. આજે સમાજનાં ડોકટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટ તેમજ વેપારમાં અગ્રેસર છે.

એક સાંધે ને તેર તુટે જેવો કોંગ્રેસનો ઘાટ

વિધાનસભામાં વિપક્ષ તરીકે પણ નથી ગોઠવાઈ તેવા કોંગ્રેસ પક્ષના કાંગરા ખરવા માંડયા છે. તેની સાથે પોરબંદરના અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, તથા પાટણના પટેલ કિરીટનો સમાવેશ થાય છે. જામનગરના પૂર્વ ધારાસભ્યો જે કોંગ્રેસી છે તેમનો ધડો થતો નથી, પણ આપના ધારાભ્ય ચૈતર વસાવાની જેમ બોલબાલા છે. આમેય તેમનું મૂળ  ગોત્ર તો કોંગ્રેસ છે પણ વંડી ઠેકવા સક્ષમ નથી...!

વિધાનસભા

એક ફેબ્રુઆરીથી પંદરમી વિધાનસભાનું બજેટ સત્ર રાજ્યપાલના સંબોધનથી શરૂ થશે. શનિવારે આમ તો ગૃહ મળતું નથી પણ સરકારી વિધેયક માટે મળશે. રવિવારે રજા પાળી સોમવારથી ડબલ બેઠકથી ગૃહ ધમધમી ઉઠશે. તા. ર૯મીએ વિધાનસભા બજેટ સત્ર પૂરૂ થશે અને ત્યાર પછી લોકસભાના પડઘમ વાગશે અને ચૂંટણીમાં બધા જ પોરવાઈ જશે. તે પૂર્વે આયારામ-ગયારામનો સિલસિલો ચાલુ જ રહેશે. અને કોંગ્રેસ મુક્તને બદલે યુક્તતાથી આગળ વધશે. સરકારને બે એન્જીન છે. પણ ડબ્બાની હારમાળા બહું જ લાંબી છે. તેથી ભારખાના જેવી માલ વાહક ગાડી અત્યારે પાટા પર દોડી રહી છે.

પરિચય પુસ્તિકાના ઠેકાણા નથી

૧પમી સરકારને એક વર્ષ થઈ ગયું હોવા છત્તા ધારાસભ્યોની પરિચય પુસ્તિકા હુઝ હું હજી સુધી તૈયાર થવામાં પાવન-પવન મોટી અસર જોવા મળે છે. તેથી પુસ્તક વિમોચનમાં ઘોંચ ઉભી થઈ રહી હોવાનું સુત્રો જણાવે છે.

મૂળુભાઈ બેરા ઢીલા પણ રાઘવજીનો બઘડાટ

કેશુભાઈની સરકારમાં મૂળુ બેરા મંત્રી હતાં, તેના કરતાં પણ વધારે શાંત કહી ઠામ થઈને બેઠા છે, તેનું શું કારણ છે. તે તો દ્વારકાધીશ જ જાણે તેવું કાર્યકરો જણાવી રહ્યા છે.

કમીટમેન્ટ પછી જ પાર્ટી છોડીશું

આયારામ-ગયારામમાં કોંગ્રેસ છોડીને સરકારમાં જોડાયેલા મંત્રીઓના હોદ્દા સંભાળી નિવૃત્ત કરી અભેરાઈએ શોભાના ગાંઠિયા બની ગયા છે ત્યારે પણ પહેલાં પદનું શું...? તથા જાફરાબાદમાં અમરીશ ડેરની જગ્યા માટે સ્થાનિક કોળી નેતા મંત્રી પરસોત્તમ સોલંકી અને તેના લઘુબંધુ હીરા સોલંકી અમારું શું...? નો વાંધો નાખતા 'ડેર' ખોટકાઈ ગયા છે. પણ એસ.ટી.માં તેમની બેઠક માટે હાથ રૂમાલથી જગ્યા સી.આર. પાટીલે બનાવી દીધી છે.

 

રાજ્યના મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને રજુઆતઃ

જામનગર શહેર-તાલુકામાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માંગ

જામનગર તા. ર૯ઃ જામનગર શહેરી અને તાલુકા વિસ્તારમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

જામનગરના ચેતનકુમાર ભાંભીએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, ગુજરાતમાં એક પણ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા નથી. આથી ગરીબ પરિવારના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસથી વંચિત રહે છે. આથી શહેર તથા તાલુકામાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh