Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલાનું સારવારમાં મૃત્યુઃ
જામનગર તા. ૨૯ઃ ખંભાળિયાના સલાયામાં રહેતા એક વાઘેર યુવાને બે યુવતી સાથે નિકાહ કર્યા પછી ઘરમાં ઝઘડો ઘૂસી ગયો હતો. બંને પત્નીઓ ઝઘડતી હતી તે દરમિયાન કોઈ શબ્દો લાગી આવતા બંને મહિલાઓએ એક સાથે વિષપાન કર્યું હતું. જેમાંથી એકનું મૃત્યુ નિપજતા ચકચાર જાગી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા ઓસમાણ અબુ નામના વાઘેર યુવાનના પત્ની રેશ્માબેને ઘરમાં થતાં ઝઘડાથી કંટાળી ઝેરી દવા પી લીધા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. ઓસમાણ અબુએ રેશ્માબેન તથા બીજા એક યુવતી સાથે નિકાહ કર્યા પછી તે પછી બંને પત્ની સાથે રહેતી હતી. સમય વિત્યે બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જેનાથી કંટાળી જઈને રેશ્માબેન તથા ગુલશનબેન ઓસમાણે એકસાથે ઝેરી દવા પી લીધી હતી. બંને મહિલાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી રેશ્માબેનનું મૃત્યુ નિપજ્યું છે. ફાતમાબેન સુંભણિયાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial