Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો તથા એક લાખ મોડેલ સ્કૂલોના મળીને લગભગ ૩૦૦૦ વિદ્યાર્થી જોડાયાઃ
નવી દિલ્હી તા. ર૯ઃ આજે 'પરીક્ષા પે ચર્ચા' અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા સમયે સ્ટ્રેસ ઘટાડવા, સ્વાસ્થ્ય સારૂ રાખવા, યોગ્ય રીતે તૈયારી કરવા અને ઈર્ષ્યા નહીં કરવા અંગે માર્ગદર્શન સાથે સફળતાનો મંત્ર આપ્યો હતો અને વાલીઓને પણ કેટલીક સલાહ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રગતિ મેદાનમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ૭ મી વખત બાળકો સાથે વાત કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે, મેં હમણાં જ બાળકોનું પ્રદર્શન જોયું. તેણી એટલી સારી હતી કે મને પ-૬ કલાક લાગ્યા હશે. પીએમ એ બાળકોને એમ પણ કહ્યું કે, તમે બધા જ્યાં બેઠા છો તે જગ્યા (ભારત મંડપમ્, પ્રગતિ મેદાન) પર વિશ્વના મહાન નેતાઓએ ચર્ચા કરી છે.
આ કાર્યક્રમમાં પીએમ સાથે લગભગ ૩૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ર વિદ્યાર્થીઓ અને એક શિક્ષક આ ઈવેન્ટમાં ઓનલાઈન જોડાયા છે. આ ઉપરાંત દેશની ૧૦૦ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના બાળકોએ પણ આ કાર્યક્રમમમાં ભાગ લીધો છે.
વડાપ્રધાને કહ્યું કે, 'આપણે દરેક પરિસ્થિતિમાં નિર્ણાયક બનવું જોઈએ, જે લોકો રેસ્ટોરાના ટેબલ પર નિર્ણયો લઈ શકતા નથી તેઓ ક્યારેય ભોજનનો આનંદ લઈ શકતા નથી મુંઝવણ કોઈના માટે સારી નથી. તેથી આપણે તેમાંથી બહાર આવવું જોઈએ. તમે પ૦ લોકો પાસેથી સલાહ મેળવો છો, તમે બધાની સલાહ માની લો છો અને ત્યાંથી જ કન્ફ્યૂઝન શરૂ થાય છે.' સારા સ્વાસ્થ્ય માટે પોષણ પર ધ્યાન આપવું જોઈએ. આહાર સંતુલન અને તંદુરસ્તી માટે વ્યાયામ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વ્યાયામ સમાધાન વગર થવો જોઈએ. શારીરિક પ્રવૃત્તિ દરરોજ કરવી જોઈએ. જો તમે પહેલવાનો જેવી કસરતો ન કરો તો પણ દરરોજ ર બેઝિક શારીરિક કસરતો માટે સમય કાઢો. સાઉન્ડ સ્લી૫ મહત્ત્વપૂર્ણ છે. ઊંઘ ખૂબ ઊંડી હોવી જોઈએ. પલંગ પર સુતાની સાથે જ હું ૩૦ સેકન્ડની અંદર ગાઢ નિદ્રામાં સરી જાઉં છું, જ્યારે હું જાગું છું ત્યારે હું સંપૂર્ણપણે જાગું છું, અને જ્યારે હું સૂઈ રહ્યો હોઉં છું ત્યારે હું સંપૂર્ણ રીતે ઉભી ગયો હોઉં છું.
વડાપ્રધાને કહ્યું કે, આપણે પૂરતી ઊંઘ લેવી જોઈએ. પરીક્ષાઓને કારણે રાતોરાત અભ્યાસ ન કરવો જોઈએ. તેનાથી તણાવ વધે છે. રીલ્સ જોવાને કારણે રાતે ઊંઘ ઓછી થાય તે યોગ્ય નથી. મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસની જેમ શરીર પણ ચાર્જ થવું જોઈએ. જો આપણે સ્વસ્થ નહીં રહીએ તો ત્રણ કલાક પરીક્ષામાં બેસવાની ક્ષમતા ગુમાવી દઈશું.
પીએમ મોદીએ સંગીત શિક્ષકોને કહ્યું કે, તેઓ સંગીત દ્વારા વર્ગનું વાતાવરણ ખુશનુમા બનાવી શકે છે. કોઈપણ શિક્ષકના મનમાં જ્યારે પણ આ વિચાર આવે છે, ત્યારે હું વિદ્યાર્થીઓના મનમાંથી પીરક્ષાના તણાવને કેવી રીતે દૂર કરી શકું? શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. આ પરીક્ષાના દિવસોમાં કોઈપણ તણાવ ટાળશે.
વડાપ્રધાને કહ્યું કે, માતા-પિતા દરેક વખતે તેમના બાળકોને કોસતા રહે છે કે તમે રમો છો, પેલો ભણે છે, મહેરબાની કરીને માતા-પિતા આને ટાળે. જે માતા-પિતા જીવનમાં બહુ સફળ ન થયા હોય, જેમની પાસે દુનિયાને કહેવા માટે ઘણું બધું ન હોય, તેઓ બાળકના રિપોર્ટિંગ કાર્ડને તેમનું વિઝિટિંગ કાર્ડ બનાવે છે.
પી.એમ. મદીએ કહ્યું કે, ૧૦૦ માર્કનું પેપર હોય અને તેમાંથી જો તમારા મિત્રને ૯૦ માર્કસ આવે તો તમારે તેની સાથે સ્પર્ધા ન કરવી જોઈએ. તમારે તમારી જાત સાથે નક્કી કરવાનું છે કે તમારે કેટલા માર્કસ મેળવવાના છે. તમારી અંદર ઈર્ષ્યાની લાગણી ન આવવા દો. મિત્રતા એ નિઃસ્વાર્થ પ્રેમ છે, તો જ તે જીવનભર ટકી રહે છે. ઘરમાં માતા-પિતા ક્યારેક એક બાળક માટે સારૂ બોલે છે તો ક્યારેક બીજા માટે. પરિવારમાં જાણ્યે-અજાણ્યે સ્પર્ધાની લાગણી વાવવામાં આવે છે. હું માતા-પિતાને કહેવા માંગું છું કે આવું ન કરો. આ પાછળથી ઝેરી બીજ બની જાય છે. એક વીડિયો જોયો જેમાં એક વિક્લાંગ બાળક દોડતી વખતે પડી ગયો. પાછળ આવતા બાળકોએ તેને ઉપાડ્યો અને પછી દોડયો. આ તદ્ન શિક્ષણપ્રદ છે. ક્યારેક પિતા બાળકો સાથે બોલતા રહે છે, જ્યારે પિતા ચૂપ થઈ જાય છે તો માતા બોલવાનું શરૂ કરે છે. પછી મોટાભાઈ બોલવાનું શરૂ કરે છે. ઘણાં બાળકો તેને હકારાત્મક રીતે લે છે, પરંતુ માતા-પિતાએ વધુ પડતું શીખ આપવાનું ટાળવું જોઈએ. આ દબાણ પણ લાવે છે. દબાણ આતવું રહે છે. આનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરી મહત્ત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યું કે, એક દબાણ છે જે પોતે બનાવે છે. તમે પોતે આ દબાણ અનુભવો છો. આપણે આપણી જાતને એટલી ખેંચવી ન જોઈએ કે આપણી સ્થિરતા તૂટી જાય.
વડાપ્રધાને કહ્યું કે, તમે જ્યાં બેઠા છો ત્યાં વિશ્વના નેતાઓ ચર્ચા કરી ચૂક્યા છે. પીએમ મોદીએ બાળકોને કહ્યું કે, તમે તે સ્થાન પર આવ્યા છો જ્યાં ભારત મંડપમ્ની શરૂઆતમાં વિશ્વભરના પ્રતિષ્ઠિત નેતાઓ હાજર હતાં, અને વિશ્વની નીતિઓની ચર્ચા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial