Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯ઃ અમરેલી જિલ્લાના એક આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ અને દંડ ફટકારવામાં આવ્યા હતા. તે હુકમ સામે ઉપરની અદાલતમાં અપીલ કરાઈ હતી. તે અપીલ ચાલી જતાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રખાયો છે.
અમરેલીના બગસરા તાલુકાના જૂની હડીયાદ ગામના ગોગનભાઈ કાનજીભાઈ ભુવાએ લોન પર કેએસએન્ડ કંપની પાસેથી ટ્રક ખરીદ્યો હતો. તેની ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
ઉપરોક્ત ચેક બેંકમાંથી પરત ફરતા પેઢી દ્વારા ગોગન કાનજીભાઈ સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને રૂ.૪,૪૩,૫૨૦નો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં નીચેની અદાલતનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી અને હીરેન ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial