Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરમસદમાં કરતી હતી અભ્યાસઃ
જામનગર તા. ૨૯: જામનગરના જે.કે. ટાવર પાસે એક બિલ્ડીંગમાં રહેતા કાકાના ઘેર આવેલી નગરની વણિક યુવતી બાથરૂમ પાસે કોઈ રીતે પડી ગયા પછી બેભાન બની ગઈ હતી. તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલા મૃત્યુ થયું છે.
જામનગરના લાખોટા મિગ કોલોની વિસ્તારમાં બ્લોક નં.૪/૧૯માં રહેતા અને કરમસદમાં આવેલી મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા કિશનભાઈ શાહ (ઉ.વ.૨૧) નામની વિદ્યાર્થિની ગયા ગુરૂવારે જે.કે. ટાવર પાસે આવેલા આરવ એપાર્ટમેન્ટની એ-વીંગમાં આવેલા કાકાના ઘેર ગઈ હતી.
આ યુવતી સાંજના સમયે સ્નાન કરવા માટે જતી હતી ત્યારે કોઈ રીતે પડી ગઈ હતી. તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતકના મોટા બહેન હીરલબેન શાહે પોલીસને જાણ કરી છે.
મૃતક વિદ્યાર્થિની વલ્લભ વિદ્યાનગર પાસે આવેલા કરમસદમાં પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોલીસે તેણીના દેહનું પી.એમ. કરાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial