Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના એક મહિલા સહિતના વ્યક્તિની સંડોવણીઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના એક મહિલાએ લગ્નવાચ્છુ એવા બે યુવાનનો સંપર્ક થયા પછી અન્ય મેરેજ બ્યુરોના સંચાલકનો સંપર્ક સાધ્યો હતો. તે પછી કેટલીક નાટકીય ઘટનાઓના અંતે બંને યુવાનના રૂ.૨ લાખ ૪૦ હજારમાં લગ્ન કરાવાયા હતા. લગ્ન કરી અમદાવાદથી જામનગર આવતી વખતે માર્ગમાં એક હોટલ પાસેથી બંને 'નવવધૂ' નાસી જતાં આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં વસવાટ કરતા મીનાબેન શાહ નામના મહિલાનો જગદીશ સંઘાણી નામના યુવકે લગ્ન માટે સંપર્ક કર્યાે હતો. આ મહિલાએ લગ્ન કરાવી આપવા માટે વાત કર્યા પછી જગદીશનો સંપર્ક કરજણના મેરેજ બ્યુરોવાળા સરોજબેનનો સંપર્ક કરાવ્યો હતો. તે પછી જગદીશ અને દીપક નામના બે વ્યક્તિએ છોકરી બતાવવા માટે કહ્યું હતું.
ત્યારપછી કેટલીક છોકરીઓના ફોટા બતાવવામાં આવ્યા હતા. જેમાંથી જગદીશ અને દીપકે જે છોકરી ગમી હતી તેની સાથે મળવાની વાત કરતા ધરમપુર જવાનું કહેવાયું હતું. આથી દીપક, જગદીશ, જગદીશના કાકા, ભાઈ સહિતના વ્યક્તિઓ મોટરમાં ધરમપુર જવા નીકળ્યા હતા. કરજણના સરોજબેન સંપર્કમાં હતા. તેઓએ અમદાવાદ આવી જવા કહ્યું હતું.
તે પછી ગઈ તા.ર૪ના દિને અમદાવાદ જઈ ગણેશ મેરેજ બ્યુરોમાં ત્રણ છોકરી જોઈ હતી તે પસંદ નહીં પડતા દીપક અને જગદીશે ના પાડી હતી. તે પછી મેરેજ બ્યુરોવાળા ધવલે ફોન કરીને બીજી બે છોકરીને આવી જવા કહ્યું હતું. તે બંને યુવતી ગમતા દીપક તથા જગદીશે હા પાડી હતી અને ત્યારે જ રૂ.૩ લાખ આપવાનું કહેવાતા બંને યુવાને લગ્ન માટે ના પાડી દીધી હતી. તે પછી એક યુવતીના લગ્ન માટે રૂ.૧ લાખ ૨૦ આપવાનું ઠરાવી દીપકે સીમા અને જગદીશે કૈલાસ નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. આ વેળાએ રૂ.ર લાખ ૪૦ હજાર ચૂકવી અપાયા હતા અને અમદાવાદથી જામનગર આવવા આ વ્યક્તિઓ રવાના થયા હતા.
માર્ગમાં સરખેજ પાસે એક હોટલે જમવા માટે મોટર ઉભી રખાતા સીમા તથા કૈલાસે બાથરૂમ જવાનું બહાનુ કાઢી દોડીને હોટલની બહાર જઈ અગાઉથી ત્યાં ઉભેલી એક મોટરમાં બેસી ગયા હતા અને તે મોટર રવાના થઈ ગઈ હતી. બંને યુવતીઓ પરત નહીં આવતા જગદીશ તથા દીપકે હોટલની બહાર જઈ તપાસ કરતા બંને યુવતી મોટરમાં બેસી ચાલી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું અને તે પછી લગ્ન કરાવી આપનાર બ્યુરોવાળા ધવલનો ફોન પણ સ્વિચ ઓફ થઈ જતાં બંને યુવકને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. જગદીશે આ બાબતની ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial