Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના ગલ્લામાં શ્રમિક મહિલાનું વિષપાનઃ સારવારમાં નિપજ્યું મૃત્યુ

થોડા દિવસ પહેલાં પતિએ પણ કરી હતી આત્મહત્યાઃ

જામનગર તા. ૨૯ઃ લાલપુરના ગલ્લા ગામમાં એક શ્રમિક મહિલાએ સપ્તાહ પહેલાં વિષપાન કરી લીધુ હતું. તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. આ મહિલાના પતિએ થોડા દિવસ પહેલાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યા પછી પત્નીએ પણ આત્મહત્યાનું પગલું ભર્યું છે.

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા શક્તિસિંહ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા શીતલબેન હિરેનભાઈ સાડમિયા ગામના ૩૦ વર્ષના દેવીપુજક મહિલાએ ગઈ તા.૧૭ની રાત્રે તે ખેતરમાં જ કોઈ ઝેરી દવા પી લીધી હતી.

આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેણીનું શનિવારે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના સંબંધી  અમિતભાઈ દલસિંગ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. આ મહિલાના પતિએ થોડા દિવસ પહેલા કોઈ કારણથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તે બાબતનું માઠું લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધા પછી સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh