Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધુંવાવના વૃદ્ધાનું પણ થયું મૃત્યુઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના ધુંવાવમાં રહેતા એક વૃદ્ધા માથું પકડીને બેસી ગયા પછી ઢળી પડ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. નહેરૂનગરમાં બેભાન બની ગયેલા એક પ્રૌઢા પર કાળનો પંજો પડ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામમાં મહાદેવ મંદિર સામે રહેતા ઉજીબેન ભવાનભાઈ સોનગરા નામના ૬૦ વર્ષના વૃદ્ધા ગઈ તા.૨૩ની રાત્રે આઠેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક માથું પકડીને ઊભા રહી ગયા પછી નીચે પડી જતા ઈજા પામેલા ઉજીબેનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યાનું પુત્ર હેમતભાઈ સોનગરાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જામનગરના પટેલકોલોની વિસ્તારમાં આવેલા નહેરૂ નગરમાં રહેતા સંચીતાબેન સનતભાઈ બિશ્વાસ નામના ૭૫ વર્ષના બંગાળી વૃદ્ધા શનિવારે રાત્રે પોતાના ઘર પાસેથી જતા હતા ત્યારે અચાનક બેભાન બની જતાં તેઓને ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા કિશનભાઈ ભૌમિકે પોલીસને જાણ કરી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં જમનાદાસ મનજીભાઈ મકવાણા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ડો. મુબારક અબ્દુલકાદરે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial