Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત નાઈટ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ

સમગ્ર હાલારમાંથી વિક્રમજનક ૩૮૪ ટીમોની એન્ટ્રીઃ સાંસદના હસ્તે ગ્રામીણ સહિતની રમતો માટે રજીસ્ટ્રેશન વેબસાઈટનું લોન્ચીંગ

જામનગર તા. ર૯ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સૂચન મુજબ જામનગરમાં જામનગર લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા હાલારના બન્ને જિલ્લા (જામનગર તથા દેવભૂમિ દ્વારકા) ને આવરી લેતા સાંસદ ખેલ મહોત્સવનો  આરંભ કરવામાં આવ્યો છે.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ ખેલ મહોત્સવ અંતર્ગત યોજાનાર રાત્રિ પ્રકાશ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં જામનગર સંસદીય મતવિસ્તારમાંથી ક્રિકેટપ્રેમીઓએ અદ્ભુત ઉત્સાહ દર્શાવતા વિક્રમજનક ૩૮૪ ટીમોની એન્ટ્રી આવી છે. દરરોજ સાંજે પાંચથી સવારે પાંચ વાગ્યા સુધી ૮-૮ ઓવરના ૧ર મેચો રમાશે. તેમ છતાં આ ટુર્નામેન્ટ લગભગ સવા મહિના સુધી ચાલશે.

આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિશાળ કોમેન્ટ્રી બોક્સ, પ્રેક્ષકો, આમંત્રિતો માટે બેઠક વ્યવસ્થા, રનીંગ કોમેન્ટ્રી, થર્ડ એમ્પાયરની સુવિધા તેમજ વાઈડ સ્ક્રીન ઉપર અને યુ-ટયુબ ઉપર તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.

 આ ટુર્નામેન્ટનો આરંભ સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે આ સાથે ખેલ મહોત્સવમાં યોજાનાર અન્ય ગ્રામીણ સ્પર્ધાઓ જવી કે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટીક્સ તેમજ બહેનો માટે રસ્સા ખેંચ, નારગોલ, કોથળા દોડ, સંગીત ખુરશી જેવી પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજાશે. આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદ્બોધન કરી ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે જે ઉત્સાહ અને પ્રતિભાવો મળ્યા છે તે માટે હાલારવાસીઓ અને તમામ ખેલાડીઓને અભિનંદન આપી આભાર માન્યો હતો.

ક્રિકેટ ટુર્નામેન્ટના મેચની ટોસ વિધિ, ખેલાડીઓનો પરિચય કર્યા પછી સંસદ સભ્ય પૂનમબેન માડમે બેટીંગ કરી ઉપસ્થિત ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે રંગબેરંગી લાઈટીંગ, આતશબાજી, ડીજે મ્યુઝિક તથા નૃત્ય સાથેના કાર્યક્રમો યોજાયા હતાં અને સમગ્ર વાતાવરણમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, શહેર/જિલ્લાના ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વિવિધ સંસ્થાના મહાનુભાવો, આમંત્રિતો, રમતગમત પ્રેમીઓ, ક્રિકેટ બંગલામાં તાલીમ લેતા યુવા ખેલાડીઓ અને નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા રમત-ગમત અધિકારી, ગાંધીનગરથી આવેલા સ્પોર્ટસ અધિકારી, શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પણ હાજર રહ્યાં હતાં. સાંસદના હસ્તે ખેલ મહોત્સવ અંતર્ગત યોજાનાર અન્ય રમતોના રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટનું લોન્ચીંગ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિમલભાઈ ઓઝાએ કર્યુ હતું.

ટુર્નામેન્ટના પ્રારંભ પૂર્વે સંસદ સભ્ય પૂનમબેન માડમે પત્રકારો સાથે સંવાદ કરીને ખેલ મહોત્સવના આયોજન અંગે વિસ્તૃત વિગતો આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh