Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજસ્વી યાદવ પર જેડીયુના ગંભીર આક્ષેપોઃ ભારત જોડો ન્યાયયાત્રા પહોંચી બિહારમાંઃ રાજકીય ગરમાવો
પટણા તા. ર૯ઃ ગઈકાલે જે.ડી.યુ.એ મહાગઠબંન છોડીને ભાજપ સાથે જોડાણ કર્યા પછી મુખ્યમંત્રી નીતિશકુમારે રાજીનામું આપીને નવેસરથી શપથ લીધા હતાં. તેની સાથે અન્ય સાત મંત્રીઓએ શપથ લીધા હતાં. તેઓને ચર્ચા પરામર્શ પછી ખાતાઓ ફાળવાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
બિહારમાં ગઈકાલે મહાગઠબંધન છોડ્યા પછી જે.ડી.યુ.એ ભાજપ સાથે જોડાણ કર્યું હતું અને નવેસરથી શપથ લીધા પછી એનડીએના મુખ્યમંત્રી તરીકે નીતિશકુમારે નવેસરથી શપથ લીધા પછી નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક સવારે ૧૧-૩૦ વાગ્યે શરૂ થઈ હતી. મંત્રીમંડળની આ પ્રથમ બેઠકમાં મુખ્યત્વે નવા મંત્રીઓને વિભાગોની ફાળવણીની ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. હવે જેડીયુના સાંસદો સીએમ આવાસ પર પહોંચી ગયા છે.
તે પછી સીએમ નીતિશ કુમારે તમામ સાંસદો સાથે બેઠક શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ બેઠક પછી નવા મંત્રીમંડળને ખાતાઓ ફાળવાયા પછી નવી સરકાર પ્રથમ દિવસથી જ કામે ચડી જશે તેમ જણાવાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમનને ગ્રામીણ બાંધકામ વિભાગની જવાબદારી મળી શકે છે. સોમવારે તેઓ વિભાગના સત્તાવાર વાહનમાં કેબિનેટની બેઠકમાં પહોચ્યા હતાં, જો કે વિભાગોના વિભાજનની જાહેરાત કરવામાં આવી નથી. રવિવારે સંતોષ સુમને નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા.
ગત્ વખતે જ્યારે નીતિશ કુમાર ભાજપ સાથે હતાં ત્યારે સંતોષ સુમનને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી કલ્યાણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતાં.
આજે બિહારમાં રાજકીય હલચલ વધી ગઈ છે, કારણ કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહાર પહોંચી ગઈ છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 'હું બિહારના ઓબીસીને કહેવા માંગુ છું કે, આ ૯૦ માથી માત્ર ત્રણ જ અધિકારી ઓબીસી કેટેગરીના છે. જાતિ ગણતરી એ એક ક્રાંતિકારી પગલું છે. પછાત લોકોની વસતિ, દલિતો અને બીજા બધાની વસતિ ગણતરી કરશે. જાણીએ જ્યારે દેશમાં સામાજિક ન્યાયની પણ વાત થઈ છે. બિહારે આગેવાની લીધી છે, જ્યારે સામાજિક ન્યાયની વાત થાય છે ત્યારે આખો દેશ બિહાર તરફ જુએ છે.'
બીજી તરફ મહા ગઠબંધનની સરકાર તૂટ્યા પછી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, ખેલ હવે થશે. જેના પર કેન્દ્રિય મંત્રી ગિરિરાજસિંહે જવાબ આપ્યો કે, તેઓ હજુ પણ તણાવમાં છે. બિહારના લોકોએ ૧પ વર્ષથી જે ખેલ સહન કર્યો હતો તે હવે બિહારના લોકોનો અંત આવ્યો છે. હું નીતિશ કુમારનો આભાર માનું છું.
જેડીયુના નેતા અને પ્રવક્તા નીરજ કુમારે કહ્યું છે કે, તેજસ્વી યાદવ વિપક્ષના નેતા બની ગયા છે. અમને લાગતું હતું કે, જો તેજસ્વી યાદવ નવી પેઢીના હશે તો સુધારો થશે પણ તેજસ્વી યાદવનો પોતાની પાર્ટી પર અંકુશ નથી, અને ક્યારેય ભ્રષ્ટાચારનો રસ્તો છોડે તેમ જણાતું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial