Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરમાં યોજાયેલ રંગારંગ ફિલ્મફેર એવોર્ડ-ર૦ર૪
ગાંધીનગર તા. ર૯ઃ રંગારંગ ફિલ્મફેર એવોર્ડ ર૦ર૪ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો. જેમાં બોલિવૂડના સ્ટાર્સની ઉપસ્થિતિ રહી હતી.
ગાંધીનગરમાં યોજાયેલું ૬૯ મા ફિલ્મફેર એવોર્ડ અંતર્ગત રણબીર કપૂરને 'એનિમલ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે આલિયા ભટ્ટને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ સાથે વિક્રાંત મેસીની ફિલ્મ '૧ર મી ફેલ' આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ બની છે. આ સાથે ૧ર મી ફેલ માટે વિધુ વિનોદ ચોપરાને શ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ '૧ર મી ફેલ'ને મળ્યો. ૧ર મી ફેલએ 'જવાન', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની', 'ઓહ માય ગોડ ર' અને 'પઠાણ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને હરાવીને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે વિક્રાંત મેસીએ આ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે.
શ્રેષ્ઠ દિગદર્શકની યાદીમાં અમિત રાયને ફિલ્મ ઓફ માય ગોડ ર, એટલીને ફિલ્મ જવાન, સિદ્ધાર્થ આનંદને ફિલ્મ પઠાણ, કરણ જોહરને ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને વિધુ વિનોદ ચોપરાને ફિલ્મ ૧ર મી ફેલ જેવી ફિલ્મોના નામ સામેલ હતાં, જો કે બધાને હરાવીને દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાને આ વર્ષના સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરવામાં આવ્યા હતાં. આ રીતે ફિલ્મ ૧ર મી ફેલ ર એવોર્ડ મેળવવામાં સફળ સાબિત થઈ.
શ્રેષ્ઠ અભિનેતાની યાદીમાં રણીબર કપૂરની સાથે શાહરૂખ ખાનનું નામ પણ સામેલ હતું. તેને ર ફિલ્મો 'ડેંકી' અને 'જવાન' માટે નોમિનેશન મળ્યું હતું. આ સાથે રણવીર સિંહને વિકી કૌશલની 'સામ બહાદુર', 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' અને સની દેઓલની ફિલ્મ 'ગદર ર' માટે નોમિનેશન મળ્યું હતું. સમાવેશ થાય છે. છેલ્લે રણબીર કપૂરને ફિલ્મ એનિમલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આલિયા ભટ્ટને ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીની યાદીમાં, આલિયા રાખી મુખર્જી (શ્રીમતી ચેટર્જી વિરૂદ્ધ નોર્વે). ભૂમિ પેડનેકર (આવવા બદલ આભાર), દીપિકા પાદુકોણ (પઠાણ), કિયારા અડવાણી (સત્યપ્રેમ કી કથા) અને તાપસી પન્નુ (ડેંકી) સાથે સ્પર્ધા કરી હતી.
આ ઉપરાંત સર્પોટીંગ એક્ટરનો એવોર્ડ વિકી કૌશલને મળ્યો. તેને આ એવોર્ડ ફિલ્મ 'ડકી' માટે મળ્યો હતો. શબાના આઝમીને 'રોકી ઔર રાની' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આદિત્ય રાવલે 'ફરાજ' માટે મેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો, જ્યારે અલીઝેહ અગ્નિહોત્રીને ફિલ્મ 'ફરે' માટે શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂનો એવોર્ડ મળ્યો હતો. બીજી તરફ જાણીતા નિર્દેશક ડેવિડ ધવનને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મનોજ બાજપેયીને ફિલ્મ 'ઝોરમ' માટે શ્રેષ્ઠ ફિલ્મનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો છે.
રાનીને 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો છે. વિક્રાંત મેસીએ ૧ર મી ફેલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ક્રિટિક એવોર્ડ જીત્યો હતો. બેસ્ટ પ્લેબેક ફિમેલ સિંગર પઠાણની બેશરમ રંગ માટે શિલ્પા રાવ અને અને એનિમલમાંથી અર્જન વેલી ગાયું કરનાર ભૂપિન્દર બબ્બર બેસ્ટ મેલ પ્લેબેક સિંગર બન્યા. બીજી તરફ શ્રેયસ પુરાણિકને એનિમલના ગીત 'સતરંગા' માટે અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ માટે આરડી બર્મન એવોર્ડ મળ્યો હતો.
જાહેર થયેલા વિનર લિસ્ટ મુજબ બેસ્ટ લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે, ઝરા હટકે, ઝરા બચકે), બેસ્ટ મ્યુઝિક આલ્બમ એનિમલ, બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)ઃ ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી... એનિમલ), બેસ્ટ સ્ટોરીઃ અમિત રાય (ઓએમજી ર), દેવાશિષ મખીજા (ઝોરમ), બેસ્ટ ડાયલોગ્સઃ ઈશિતા મોઈત્રા (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), બેસ્ટ સ્ક્રીનપ્લેઃ વિધુ વિનોદ ચોપરા (૧ર મી ફેઈલ), આર.ડી. બર્મન એવોર્ડ ફોર અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટઃ શ્રેયસ (એનિમલ), બેસ્ટ ડાયરેક્ટરઃ વિધુ વિનોદ ચોપરા (૧ર ફેલ), બેસ્ટ એક્ટ્ર્સ ક્રિટિક્સઃ રાની મુખરજી (મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે), સર્વશ્રેષ્ઠ ડેબ્યુ ડાયરેક્ટરઃ તરૂણ ધુધેજા (ધક ધક ગર્લ), સર્વશ્રેષ્ઠ ડેબ્યુ ફિમેલઃ અલીજેહ અગ્નિહોત્રી (ફેરી), સર્વશ્રેષ્ઠ ડેબ્યુ મેલઃ આદિત્ય રાવલ (ફરાજ), લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ડેવિડ ધવન, બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની) અને સર્વશ્રેષ્ઠ એક્ટર તરીકે રણબીર કપૂર (એનિમલ) ને એવોર્ડ મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial