Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયતમાં ધ્વજવંદનઃ
જામનગર તા. ર૯ઃ જામનગર જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિ.પં. પ્રમુખ મયબેન ગરસરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિ.પં.ના અન્ય પદાધિકારીઓ, સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પણ... રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પ્રોટોકોલમાં ભંગ થયો હોવાની ચર્ચા જાગી છે. જિ.પં. પ્રમુખે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી, પણ ત્યારપછી જાહેર જનતા જોગ પ્રવચન તેમના પતિદેવ ગિરીશભાઈ ગરસરે કરતા સૌ આશ્ચર્યમાં પડી ગયા હતાં, કારણ કે ગિરીશભાઈ જિ.પં.ના સભ્ય કે અન્ય કોઈ રીતે કોઈપણ હોદ્દો ધરાવતા નથી અર્થાત્ એક સામાન્ય આમંત્રિત જ હોવા છતાં સ્ટેજ પરથી મુખ્ય ડાયસ પરથી તેમણે પ્રવચન કરતા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં અનુસરવાના ચોક્કસ નિયમો-પ્રોટોકોલનું ભંગ થયો હોવાની ચર્ચા જાગી હતી. આ ઘટના અંગે ગાંધીનગર સુધી રિપોર્ટ થયો હોવાનું પણ જાણવા મળે છે!
વિવિધ પદો ઉપર મહિલા અનામતના કારણે મહિલા સભ્ય કે પદાધિકારીના પતિદેવો જ કામગીરી કરતા હોવાના અનેક કિસ્સા જોવા સાંભળવા મળે છે.
જામનગર જિલ્લા પંચાયતના સંદર્ભમાં પણ ટીકા સાથે પ્રમુખના પતિદેવની 'કામગીરી' સામે સવાલો ઊઠવા પામ્યા છે. પ્રમુખની ગાડીનો ખુલ્લેઆમ ઉપયોગ કરવો, પ્રમુખ બેઠા ન હોવા છતાં સાયરનો વગાડી મોટરમાં નીકળવું, પ્રમુખની ચેમ્બરમાં બેસી 'વહીવટ' કરવો, સરકારી ફાઈલોમાં સહીઓ કરવા સુધીની હિંમત કરે, ઉચ્ચ અધિકારીઓને બોલાવી મિટિંગો કરે, અરજદારોને સાંભળે વગેરેની ચર્ચા જેવી મિટિંગમાં હાજર રહે જેવા અનેક કૃત્યો જિ.પં.ના પ્રમુખના પતિદેવ કરી રહ્યા હોવાની રજૂઆતો રાજ્યના પક્ષના મોવડીમંડળ તથા દિલ્હી સુધી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે કોઈ નવાજુની થાય તેવી શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial