Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૯ઃ ખંભાળિયા હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં પાલિકા દ્વારા આધુનિક ઈલેક્ટ્રીક સ્મશાન શરૂ કરાયેલું, પરંતુ જાણકાર ટેકનિકલ સ્ટાફ ન હોય, વારંવાર બગડી જતું હતું તે પાલિકા દ્વારા ઠરાવ કરીને સાર્વજનિક હિન્દુ સ્મશાનનો તેનો વહીવટ સોંપતા સ્મશાનના ટ્રસ્ટીઓ દ્વારા તેનું રીપેરીંગ કરીને જાણકાર કર્મચારીને મૂકીને આગામી તા. ૧-ર-ર૦ર૪ થી આ ઈલેક્ટ્રીક સ્મશાનની સેવાઓ પણ શરૂ થાય તે માટેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, અને ઈલેક્ટ્રીક સ્મશાનની સેવા નિયમિત રીતે મળતી થાય તેવું નક્કર આયોજન થયું હોય, સ્મશાનની સુવિધાના વિકાસમાં અનુદાન માટે અપીલ કરાઈ છે તથા જગુભાઈ રાયચુરા ૯૮રપ૦ ૭૪૪૧ર નો સંપર્ક કરવા જણાવાયું છે.
ખંભાળિયાના સ્મશાનમાં ઘણાં સમયથી અનેક સુવિધાઓ ખૂટતી હોય તથા ગામમાં એક જ મુખ્ય સવલતોવાળુ સ્મશાન હોય, શહેર તથા નજીકના વિસ્તારોના લોકો અહીં અંતિમ વિધિ માટે આવતા હોય, ખંભાળિયા સ્વર્ગપુરી ટ્રસ્ટના ટ્રસ્ટી જગુભાઈ રાયચુરા, રાકેશભાઈ વિગેરે દ્વારા સ્મશાનમાં સુવિધાઓ વધારવા માટે કામગીરી શરૂ કરાઈ છે તથા જાહેર જનતાને અનુદાનની અપીલ કરાઈ છે.
સ્મશાન ફરતે કમ્પાઉન્ડ વોલ, સ્ટોરેજ રૂમ સહિતની સગવોડો તથા સ્મશાનમાં નાહવાના ઘાટ તથા અંદરની સગવડો વધારવા માટે સહાયની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળમાં આ હિન્દુ સ્મશાનમાં રોજ ૧૦-૧ર મૃતદેહોની અંતિમ વિધિ થતી અને એક વખત આંકડો ર૪ ને પાર કરી ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial