Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી હેઠળ યુનિક ફાર્મર આઈ-ડી મેળવવા માટે નોંધણી શરૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો જોગઃ

ખંભાળીયા તા. ૧૪: રાજ્યમાં 'ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રિકલચર' ના ભાગરૂપે 'એગ્રીસ્ટેક પ્રોજેક્ટ' અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂપે ફાર્મર રજીસ્ટ્રીનો સમાવેશ કરાયો છે. ફાર્મર રજીસ્ટ્રી હેઠળ રાજ્યના તમામ ખેડૂતોની આધાર લીંક સાથે રજીસ્ટ્રી તૈયાર થશે તેમજ દરેક ખાતેદારને આધાર કાર્ડની માફક એક ૧૧ અંકનો યુનિક બેનીફીશીયરી આઈ-ડી આપવામાં આવશે.

ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ અને તેની લીંક કરેલો મોબાઈલ નંબર, ૭-૧૨, ૮-અ વિગત સાથે ગ્રામ પંચાયત કચેરીએ વી.સી.ઈ. તથા તલાટીનો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. યુનિક ફાર્મર આઈટી થકી યોજનાઓના આયોજન, લાભાર્થીઓની ચકાસણી અને કૃષિ પેદાશોના વેચાણ અને વ્યવસ્થા સરળ બનશે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર મળી શકશે. ખેતીવાડી યોજનાઓ હેઠળ અથવા અન્ય હેતુઓ માટે ખેડૂતોની ઓળખ અને પ્રમાણપત્રની સુવિધા મળશે. કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ઈનપુટસ અને અન્ય સેવાઓ ખેડૂતો સુધી પહોંચાડવામાં મદદ મળશે. કૃષિ અને સંલગ્ન વિભાગોની વિવિધ યોજનાના સંકલનથી ખેડૂતોને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડી શકાશે. વધુમાં પીએમ કિસાન, કિસાન ક્રેડીટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, ફાર્મ લોન સ્કીમનો લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રી થયા બાદ મળેલ યુનિક નંબર મદદરૂપ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh