Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ, સુરત અને મહારાષ્ટ્રમાં ૨૩ દરોડા પડ્યાઃ
મુંબઈ તા. ૧૪: નકલી દસ્તાવેજોના માધ્યમથી કેટલાક બેંક ખાતામાં બનાવટી કેવાયસી કરી વોટ જેહાદમાં મદદ કરાતી હોવાની વિગતો મળતા એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા તપાસ આરંભાઈ હતી. તેના સંદર્ભે ગઈકાલે અમદાવાદમાં તેર સ્થળે અને સુરતમાં ત્રણ સ્થળે ચકાસણી કરવા ઉપરાંત ઈડીની ટૂકડીએ મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડ્યા છે. કુલ ૨૩ સ્થળેથી દસ્તાવેજ કબજે થયા છે.
દેશની એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી) દ્વારા ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ ૨૪ સ્થળે ગઈકાલે દરોડા પાડી વોટ જેહાદ કેસ હેઠળ ચકાસણી હાથ ધરી નકલી દસ્તાવેજો દ્વારા ખોલાવવામાં આવતા બનાવટી બેંક એકાઉન્ટ અંગે ચકાસણી હાથ ધરાઈ છે.
ઈડીની તપાસમાં અગાઉ ખૂલ્યું હતું કે, નકલી દસ્તાવેજો મારફત બનાવટી કેવાયસી કરાવી અનેક બેંક ખાતા એક્ટિવેટ કરવામાં આવ્યા છે. તે ખાતાઓનો ઉપયોગ વોટ જેહાદના હેતુ માટે કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી વેળાએ છેતરપિંડીનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તે વિગતોના આધારે બેન્કીંગ સિસ્ટમનો ગેર ઉપયોગ કરી જનપ્રતિનિધિત્વ અને લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવી વિગત મળતા ઈડી હરકતમાં આવી હતી.
તે પછી ગઈકાલે ગુજરાતના અમદાવાદ તથા સુરતમાં અનુક્રમે ૧૩ તથા ત્રણ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના માલેગાંવમાં બે, નાસિકમાં એક અને મુંબઈમાં પાંચ સ્થળે દરોડા પાડી ઈડીની ટૂકડીએ કેટલાક દસ્તાવેજ અને પુરાવા એકઠા કર્યા છે.
ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે. આ પ્રકારની છેતરપિંડી રોકવામાં બેન્કીંગ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી પણ કડક દેખરેખની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial