Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભિનેત્રીને આઠ સપ્તાહ માટે બેડ રેસ્ટની સલાહઃ
મુંબઈ તા. ૧૪: બોલિવૂડ અભિનેત્રી સોની અલીનું નામ સલમાન ખાન સાથે જોડાયેલું રહ્યું છે. તાજેતરમાં સોમી અલી પર જીવલેણ હુમલો થતા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાની વાતનો ખુલાસો ખુદ તેણીએ કર્યો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે ડોક્ટરે તેને આઠ સપ્તાહ માટે બેડ રેસ્ટની સલાહ આપી છે.
સોમી અલી જે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ હતી, તે સ્પષ્ટ વક્તા માટે જાણીતી છે. અભિનેત્રી સલમાન અને તેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરે છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે સોમી અલી પર જીવલેણ હુમલો થયો છે. સોમીએ પોતે ખુલાસો કર્યો છે કે તે માનવ તસ્કરીનો શિકાર બનેલી મહિલાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. એટલું જ નહીં, તેને ઘણી ઈજાઓ પણ થઈ છે. સોમી અલી પોતાને સામાજિક કાર્યકર્તા પણ કહે છે. ૪૮ વર્ષની સોમીનું કહેવું છે કે તે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને બચાવવા માટે પોલીસ સાથે મળીને કામ કરે છે.
મને અત્યારે વધારે દુઃખાવો થઈ રહ્યો છે અને અત્યારે આરામમાં છું તેમ સોમી અલીએ જણાવ્યું હતું. અભિનેત્રીના મતે તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ૬ થી ૮ અઠવાડિયાનો સમય લાગી શકે છે. તેનું કાંડું એકદમ સૂજી ગયું છે. ડોક્ટરે તેને થોડો સમય હાથ પર પ્લાસ્ટર રાખવા કહ્યું છે. તે કોઈની સાથે હાથ મિલાવવામાં પણ સક્ષમ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial