Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારોઃ
નવી દિલ્હી તા. ૧૪: ઉત્તર ભારતમાં બુધવારથી અચાનક હવામાન બદલાયું હતું અને ઘુમ્મસની સાથે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. મંગળવારે મોડી રાતથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તરમાં જમ્મુ-કાશ્મીરના પહાડો પર દેખાવા લાગી છે. પહાડોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. આગામી થોડા દિવસો પછી ઠંડી લોકોને પરેશાન કરશે. યુપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં ઠંડી વધવાની પ્રબળ શક્યતા છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે.
બુધવારે દિલ્હી સહિત ઉત્તર ભારતનો મોટો વિસ્તાર અચાનક જ ગાઢ ઘુમ્મસથી ઘેરાઈ ગયો હતો. પહેલા લોકોને લાગ્યું કે તે ઘુમ્મસ છે, પરંતુ વાસ્તવમાં તે ઘુમ્મસ નથી, પરંતુ ઘુમ્મસ સાથે પ્રદૂષણનું મિશ્રણ છે. દિલ્હીમાં હાજર ઘુમ્મસ ગુજરાત અને રાજસ્થાન તરફથી આવતા પવનને કારણે છે. બુધવારે પહેલીવાર દિલ્હીમાં સરેરાશ એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચ્યો હતો, જે ૪૧૮ હતો. જ્હાંગીરપુરીમાં એક્યુઆઈ દિવસ દરમિયાન ૯૯૯ પર પહોંચી ગયો હતો, જેના કારણે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકને સ્વાસ્થ્ય જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
ગુજરાતમાં તા. ૧૭ થી ર૦ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમીમાં ઘટાડો નોંધાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે ન્યુનત્તમ તાપમાન ૧૮ ડીગ્રી સેલ્સિયસ થઈ શકે. ઘઉંના પાક માટે તાપમાન હાલ અનુકૂળ નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીની લહેર આવશે.
હવામાન ખાતાના તાજા અપડેટ મુજબ આવતા પાંચ દિવસમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા પોડીચેરીમાં ભારે વરસાદની સંભાવના છે. તટિય આંધ્રપ્રદેશમાં ૧૮ મીએ, કેરળમાં ૧૯ મી સુધી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ૧૮ મી સુધીમાં વરસાદ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial