Advertisement
Author: નોબત સમાચાર

નિપજતાં રૂપિયા ૫૧૦૦૦ની સહાય અર્પણ

ખંભાળીયા ન.પા.ના સફાઈ કામદારનું મૃત્યુ

ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયા નગરપાલિકાના સફાઈ કામદારોએ વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે નગરપાલિકા સામે ૧૮ દિવસ સુધી હડતાળ અને આંદોલન કર્યા હતા. જેમાં કામદારોના ૧૧ જેટલા પ્રશ્નો અને માંગણીઓ પૈકીની માંગણી હતી કે નગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો મૃતક કર્મચારીના પરિવારને આર્થિક મદદના ભાગરૂપે એક સમાન ધોરણે રૂ.  ૫૧૦૦૦ ઉચક નાણાકીય સહાય ચૂકવવાની માંગણી હતી. આ અંગે આંદોલનની સમાધાન શરતો છે કે નગરપાલિકના અધિકારી કર્મચારીના ચાલુ ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં નાણાકીય આર્થિક સહાય ચૂકવવા અંગે નગરપાલિકાની આગામી સામાન્ય સભામાં નિર્ણય લઈ તે મુજબ અમલ કરવામાં આવશે તેવું નક્કી થયું હતું.

સફાઈ કામદારોની આ હડતાળના સમય દરમ્યાન દિવાળીના તહેવારો આવી જતાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સફાઈ કામદારો દ્વારા શહેરમાં રાત્રિ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન મોડી રાત્રે એક સફાઈ કામદારનું હાર્ટએટેકના કારણે અવસાન થયેલ હતું. આ મૃતક સફાઈ કામદારના પરિવારની દયાજનક પરિસ્થિતિ અને મહામંડળની રજુઆતને ધ્યાનમાં લઈ નગરપાલિકા દ્વારા સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ મૃતક સફાઈ કામદારના પરિવારને રૂ.  ૫૧૦૦૦ નો ચેક અર્પણ કરાયો હતો. ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલાએ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ હોદ્દેદારોનો આભાર માન્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh