Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાનગરીમાં તુલસી વિવાહ પ્રસંગે શ્રીજીના ગોપાલજી સ્વરૂપનું નગરભ્રમણ

દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયના જણાવ્યાનુસાર સાંજે ૬ વાગ્યે મંદિર પરિસરમાં આવેલ રાણીવાસમાં ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે-ગાજતે નીકળ્યો હતો. જે શહેરના રાજમાર્ગો પર ફરી પુનઃ રાણીવાસમાં પધાર્યો હતો. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયા હતાં. જગતમંદિરમાં સાંજે ગૌધુલિક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપના શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાયા હતાં. આ પ્રસંગનો લહાવો લેવા બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ તથા બહારગામથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh