Advertisement
Author: નોબત સમાચાર

ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડ અંગેના કેસની આજથી સુનાવણીનો આરંભ?

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દેનાર

રાજકોટ તા. ૧૪: ટીઆરપી અગ્નિકાંડને લઈ આજથી કોર્ટમાં સુનાવણી શરૂ થશે જેમાં અગ્નિકાંડના ૧પ આરોપીઓ હાલ રાજકોટ જેલમાં બંધ છે, તો એસઆઈટી દ્વારા કોર્ટમાં તમામ પુરાવા રજૂ કરી દેવાયા છે તેમજ ૪૦૦ થી વધુ પાનાના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે. અમુક આરોપીઓ દ્વારા અત્યારે વકીલ રોકવામાં ન આવતા કોર્ટ કાર્યવાહીમાં વિલંબ થતો હોવાથી અદાલતે આરોપીની ઝાટકણી કાઢી હતી.

સ્પે. પીપીપીએ પ૦૦૦ પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે જેમાં કેસ ઝડપથી ચલાવવા સરકાર પક્ષે મજબૂત પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં તેને લઈ સરકાર પણ મક્કમ છે. દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. સત્તાધીશો અને ટીઆરપી ગેમ ઝોનના માલિકોની મિલી ભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં ર૭ નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતાં.

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠિયાને હવે જેલ હવાલે કરાયો છે. જેલમાં સાગઠિયા ટીપીઓ નહીં, પરંતુ કેદી નંબર ર૦૯૬ તરીકે ઓળખાઈ રહ્યો છે. સાગઠિયા પાસેથી પૈસા પડાવવા મામલે જેલની અંદરના કેદી અંગે પણ તપાસ કરાશે. જેલની અંદર સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસી ટીવીની ચકાસણી કરાશે. ગયા મહિને જ રાજકોટ અગ્નિકાંડમાં આરએમસીના ૪ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં, સાથે કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢી

રાજકોટના અગ્નિકાંડ પછી સમગ્ર મુદ્દે હાઈકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી, ત્યારે આ ઘટના માનવસર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ ગેમઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની કોર્ટે નોંધ લીધી હતી તેમજ ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાનગી ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને મૂકાયું છે, ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઈકોર્ટે ખુલાસો માગ્યો છે અને આ ખુલાસો એક જ દિવસમાં આપી દેવા કડક નિર્દેશ પણ કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh