Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના બીજી વખત ચૂંટાયેલા
વોશિંગ્ટન તા. ૧૪: અમેરિકામાં ચૂંટણી જીત્યા પછીથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઘણી મોટી નિમણૂકો કરી રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાનો પણ પ્રવેશ થયો છે. ટ્રમ્પે તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સના નવા નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. પૂર્વ કોંગ્રેસ સભ્ય તુલસી ગબાર્ડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસવુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસી એક અનુભવી સૈનિક છે અને વિવવિધ પ્રસંગોએ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. તે થોડા સમય પહેલા ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગઈ હતી અને ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ઉપરાંત વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના સેનેટર માર્કો રૂબિયોને અમેરિકાના વિદેશમંત્રી તરીકે નિમણૂક કર્યા છે. રૂબિયોની ઓળખ રૂઢિચૂસ્ત નેતા તરીકે થાય છે. તેઓ ઘણીવાર ચીન, ક્યુબા અને ઈરાન વિરૂદ્ધ પોતાના મજબૂત વિચારો વ્યક્ત કરતા જોવા મળે છે. રૂબિયો ર૦૧૦ માં પહેલીવાર સેનેટમાં ચૂંટાયા હતાં. ર૦૧૬ માં રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદની રેસ દરમિયાન રૂબિયોએ ટ્રમ્પની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પ તેમને નાનો માર્કો પણ કહેતા હતાં, જો કે હવે રૂબિયો ટ્રમ્પના સૌથી મોટા સમર્થકોમાંના એક છે.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નવા સંરક્ષણ સચિવના નામની જાહેરાત કરી છે. ટ્રમ્પે ફોકસ ન્યૂઝના હોસ્ટ, લેખક અને રિટાયર્ડ આર્મીમેન પીટ હેગસેથને સંરક્ષણ સચિવના પદ માટે પસંદ કર્યા છે. ૪૪ વર્ષિય પીટ હેગસેથ અફઘાનિસ્તાન અને ઈરાકમાં સૈન્યમાં ફરજ બજાવી ચૂક્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial