Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ'ની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી
જામનગર તા. ૧૪: રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક રામકથા ૨૩ નવેમ્બરથી શરૂ થઈને ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૧ લાખ લોકો કથા શ્રવણ કરશે અને ૫૦ હજાર લોકો ભોજન પ્રસાદ લેશે.શ્રી કૃષ્ણ કહે છે કે, જે બીજાના દુઃખને પોતાનું માનીને હંમેશાં બીજાના દુઃખ દૂર કરવા પ્રયત્નશીલ રહે અને બીજાના સુખને પોતાનું માનીને એના સુખમાં વધારો કરવા પ્રયત્ન કરે એ મહાન યોગી છે. સંનિષ્ઠાપૂર્વક આવો યોગ કરવાની ભાવનાથી સદ્ભાવના વૃદ્ધાશ્રમની ટીમ વડીલોનાં દુઃખને દ્દૂર કરવા માટે વર્ષોથી પ્રયત્ન કરી રહી છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી સદ ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ રામપરમાં ૩૦૦ કરોડનાં ખર્ચે, ૧૧ માળ ધરાવતી ૭ બિલ્ડીંગનાં નવા વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ સાથે વૈશ્વિક પર્યાવરણની શુદ્ધિ માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવી એક સ્વસ્થ પર્યાવરણ બનાવવાનાં તેમજ સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષ વાવવાનાસદ્ભાવના વૃદ્ધાશ્રમનાં ભાવિ સ્વપ્નને સાકાર કરવા પગલાં માંડવા માટે પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ રહી છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે સામાજીક કે શારરિક રીતે અશકત હોય તેવા કોઈપણ ઉંમરના વ્યકિતઓને સદભાવના વૃધ્ધાશ્રમ, નાતજાત કે ધર્મના ભેદભાવ વગર, હરખભેર આવકારે છે. જો કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત ધ્યાનમાં આવે,તો તેને સદભાવના વૃધ્ધાશ્રમ સુધી પહોંચાડી શકાય છે. નિસંતાન, નિરાધાર, અપરિણત અને પથારીવશ વડીલો જયારે પોતાનાં રહ્યા- સહ્યા જીવનને અભિશાપ ગણતા, દિવસો વિતાવતા હોય, તેવા એકલવાયા લોકો સદભાવના વૃધ્ધાશ્રમ પરિવારના સભ્ય બન્યા પછી આયખાંના બાકી રહેલા દિવસો સુખશાંતિ અને હર્ષથી વિતાવતા, ચહેરા પર સ્મિત ધારણ કરેલા જોવા મળે છે. જે સદભાવના વૃધ્ધાશ્રમ માટે સંતોષની ચરમસીમા સમું રૂશ્ય છે.અનાથ, નિરાધાર, જ ેનું કોઈ નથી એવા વૃદ્ધોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છે. સેવાની ભાવના સમાજમાં વધુ પ્રસરે અને એ દ્વારા લોકો પોતાના માતા પિતાની પણ સેવા કરતા થાય એવા શુભ કાર્યમાં જોડાવવા સૌ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વૃક્ષો અને વૃદ્ધો બંને છાયા આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. ૨૩ નવેમ્બર૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટમાં પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવના યોજાનાર છે. કથાનો સમય ૨૩ નવેમ્બરે સાંજે ૪ થી ૬:૩૦ વાગ્યા સુધી અને ૨૪ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી સવારે ૧૦.૦૦ થી ૧.૩૦ સુધીનો છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સમાં જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ખુલ્લુ હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial