Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શક્તિશાળી મુસ્લિમ દેશ તુર્કિયેએ
નવી દિલ્હી તા. ૧૪: તુર્કિયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને જાહેરાત કરી કે તુર્કિયેએ ઈઝરાયલની સાથે તમામ સંબંધ તોડી દીધા છે. આ નિવેદન તેમણે સાઉદી અરેબિયા અને અજરબૈજાનના પ્રવાસ બાદ પોતાના વિમાનમાં પત્રકારો સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખશે નહીં અને પોતાના આ વલણ પર દ્રઢ રહીશું.
તુર્કિયેએ મે મહિનામાં ઈઝરાયલ પર વ્યાપારી પ્રતિબંધ લગાવ્યા હતા, પરંતુ હજુ પણ તુર્કિયેના રાજદ્વારી મિશન તેલ અવીવમાં ખુલ્લા અને સંચાલિત છે. ગયા વર્ષે તુર્કિયેએ પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા, જ્યારે ઈઝરાયલે સુરક્ષા કારણોથી અંકારામાં પોતાના દૂતાવાસ ખાલી કરી દીધા.
એર્દોગને એ પણ કહ્યું કે તુર્કિયે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ગાઝામાં કરવામાં આવેલા કૃત્યો માટે જવાબદાર ઠેરવવા માટે દરેક શકય પગલા ઉઠાવશે. તુર્કિયેએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઈઝરાયલ વિરૂદ્ધ ચાલી રહેલા નરસંહાર મામલે હસ્તક્ષેપ કર્યો છે અને ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધની પણ વકાલત કરી છે.
નવેમ્બરમાં તુર્કિયેએ સંયુકત રાષ્ટ્રમાં ઈઝરાયલને હથિયારો અને ગોળા-બારુદનો પુરવઠો રોકવા માટે એક પહેલ શરૂ કરી, જેમાં બાવન દેશો અને બે આંતરરાષ્ટ્રીય સંગઠનોને સમર્થન આપ્યું છે. એર્દોગને કહ્યું કે તેમણે આ પહેલને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ અને મહાસચિવ સમક્ષ પ્રસ્તુત કર્યા છે અને રિયાધમાં આયોજીત એક શિખર સંમેલનમાં અરબ લીગના તમામ સભ્યોને એક પત્ર પર હસ્તાક્ષર કરવાનું આમંત્રણ પણ આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial