Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાને વધુ રૂ. ૧૨.૦૩ કરોડના વિકાસ કામોની ભેટ

ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત

દ્વારકા તા. ૧૪: દ્વારકા નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી રૂ.  ૧૨.૦૩ કરોડના ખર્ચે તૈયાર થનાર વિકાસકામોનું ખાતમુહૂર્ત દ્વારકા વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે નગરપાલિકા કચેરીમાં કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોમાં અમૃતમ ૨.૦ યોજના અંતર્ગત પીવાના પાણીની ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ તથા ફેઝ-ર અંતર્ગત માયાસર તળાવનું બ્યુટીફીકેશનનું કામ, ભારે વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓના રીસરફેસીંગના કામ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ બનાવવાનું કામ, નિર્મળ ગુજરાત ફેઝ-ર અંતર્ગત દ્વારકામાં આઈકોનીક રોડ રબારી ગેટથી ભડકેશ્વર મહાદેવ મંદિર સુધી તથા જીવીપી પોઈન્ટના નિકાલની કામગીરી સહિતના વિકાસકામોનો સમાવેશ થાય છે. ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિજય બુજડ, ચીફ ઓફિસર ઉદય નસીત, બહોળી શહેના અગ્રગણ્ય મહાનુભાવો, દ્વારકા નગરપાલિકાના પૂર્વ સદસ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh