Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરના ૧૦૩ રોકાણકારોને ઓનલાઈન રોકાણ કરાવી બતાવાયો ઠેગો

એસપી તથા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્રઃ

જામનગર તા. ૧૪: જામનગરના જુદા જુદા ૧૦૩ જેટલા રોકાણકારોએ ઓનલાઈન આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની રજૂઆત સાથે એસપી તથા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. રૂ. ર૬૦૦થી માંડી રૂપિયા સવા ચાર લાખ સુધીનું રોકાણ કરનાર આસામીઓના શ્વાસ તાળવે ચઢી ગયા છે. આ કહેવાતી કંપનીના હોદ્દેદારોને પકડી પાડવા અને રોકાણ પરત અપાવવા માગણી કરાઈ છે.

જામનગરના કેટલાક આસામીઓએ ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ માટે ગ્રાહકોને પ્રેરતી એમએચઆઈપીઓબી એસપીએઆર નામની કંપનીથી પ્રેરિત થઈને રૂ. ૨૬૦૦થી માંડીને રૂ. ૪ લાખ ૨૩ હજાર સુધીની રકમનંુ જુદા જુદા સમયે રોકાણ કર્યું હતું.

આ કંપની દ્વારા શરૂઆતમાં વળતર આપવામાં આવી રહ્યું હતું. તે પછી ધીમે ધીમે વળતર બંધ કરી દેવાયું હતું અને રોકાણકારો ફોન કરે તો ફોન પણ ઉપાડવાનું બંધ થયું હતું અને વોટ્સએપના મેસેજના પ્રત્યુત્તર પણ આવતા બંધ થઈ ગયા હતા. તેથી જામનગરના ૧૦૩ જેટલા અરજદારો ગભરાયા હતા. તેઓએ અગાઉ નિયમિત રીતે સંપર્કમાં રહેતા ઉપરોક્ત કંપનીના જવાબદારોના જુદા જુદા ત્રણ મોબાઈલ નંબર ડાયલ કર્યા હોવા છતાં સંપર્ક નહીં થઈ શકતા આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માની આ કંપનીના પદાધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગણી સાથે રોકેલી રકમ પરત અપાવી દેવા આજે જિલ્લા પોલીસવડાની કચેરીમાં આવેદન પાઠવવા ઉપરાંત કલેક્ટરને પણ તેની નકલ પાઠવી રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh