Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય ૫ીઠબળ ધરાવતા સંચાલકોની ચર્ચા વચ્ચે કાર્યવાહી
અમદાવાદ તા. ૧૪: અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના કથિત દુરૂપયોગને કારણે બે દર્દીના મૃત્યુ થયા હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે.
હોસ્પિટલના ડાયરેકટર કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત, રાજવી પ્રદીપ કોઠારી સહિતના સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહીની સંભાવના વચ્ચે ડો. પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી લીધી છે.
ડો. પ્રશાંત વજીરાણીની ધરપકડની કાર્યવાહીને પગલે હવે કથિત રાજકીય પીઠબળ ધરાવતા હોસ્પિટલના સંચાલકો વિરૂદ્ધ પણ સકંજો કસાવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે.
ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલકાંડમાં તબીબ સહિત કુલ પાંચ વ્યક્તિ વિરૂદ્ધ ગુન્હો નોંધાયેલ છે. ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના ભાજપના એક નેતાની ભાગીદારીની ચર્ચાથી હોસ્પિટલ સંચાલકોને સત્તાનું સંરક્ષણ પ્રાપ્ત હોવાની ચર્ચાઓ વચ્ચે આ પ્રકરણમાં ભીનું સંકેલાવાની આશંકાઓ સામે કડક કાર્યવાહીનો સંકેત પ્રાપ્ત થયો છે. જેને પગલે આગામી સમયમાં વધુ મોટી કાર્યવાહીઓ થવાની શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial