Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયતના કામોમાં વિલંબના પ્રકરણથી
જામનગર તા. ક્ષ૪: જામનગર જિલ્લા પંચાયત હસ્તકના એક કામમાં જુનાગઢની કોન્ટ્રાક્ટર કંપની સ્વસ્તિક કન્સ્ટ્રક્શનના નબળા કામ તથા તેના કર્મચારીની બબાલના કારણે રાજ્ય સરકારે આ કોન્ટ્રાક્ટર પેઢીને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટેડ જાહેર કરી છે.
આ પ્રકરણના કારણે જિલ્લા પંચાયત વર્તુળમાં ભારે ચર્ચા જાગી હતી. જિ.પં.ના કેટલાક ચૂંટાયેલા વગદાર પદાધિકારીઓ અને સભ્યોએ બ્લેકલિસ્ટેડ કંપનીના કામો ચાલુ રાખવા દેવા ભારે ધમપછાડા કર્યા અને જિ.પં.ના બોર્ડમાં ઠરાવ પણ કરાવી દીધો.
જિ.પં.ની સામાન્ય સભામાં કાલાવડ વિસ્તારના ધારાસભ્યએ ખાસ ઉપસ્થિત રહી જણાવ્યું કે પાંચ-૬ વર્ષથી મંજુર થયેલા કામ જ શરૂ થયા નથી. અમારે અમારા વિસ્તારના મતદારો, લોકોને મોઢું કેમ બતાવવું? આનો સીધો મતલબ થાય છે કે ધારાસભ્ય જેવા શાસક પક્ષના ચૂંટાયેલા રાજકીય નેતાનું પણ કાંઈ ઉપજ્યું નથી.
એટલું જ નહીં, પણ જ્યારે આ ચર્ચાસ્પદ બની ગયેલ કંપની બ્લેકલિસ્ટે થઈ ત્યારે જ સંધાય સંબંધિત આગેવાનો જાગ્યા. જો પ-૬ વર્ષથી કામ ઠપ્પ થયેલા પડ્યા હોય, વર્ક ઓર્ડર મળ્યા પછી પણ કોન્ટ્રાક્ટર પેઢીએ કામ જ ચાલું કર્યું ન હતું તો અત્યાર સુધી આ આગેવાનો ક્યાં હતાં? શા માટે કોન્ટ્રાક્ટર પેઢી સામે આંખમિચામણા થયા? કે પછી નિષ્ક્રિય રહ્યા?
જામનગર જિલ્લા પંચાયત હસ્તકના અઢારેક જેટલા વિકાસ કામો આ કોન્ટ્રાક્ટર પેઢીને મળ્યા છે, પણ ભારે વિવાદ અને બ્લેકલિસ્ટેડ જેવા પગલાંના કારણે વિકાસ કામો અટકી પડ્યા છે. ત્યારે સવાલ ચર્ચાઈ રહ્યો છે કે રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતના શાસકોએ શા માટે એકપણ વખત આ કોન્ટ્રાક્ટર પેઢી સામે પગલાં લીધા નહીં? અને હવે જ્યારે આ કંપનીને ખુદ રાજ્ય સરકારે ગાંધીનગરથી બ્લેકલિસ્ટ જાહેર કરી ત્યારે નિદરમાંથી સફાળા જાગીને કંપનીના કામો ચાલુ રહેવા દ્યો, અમારે લોકોને સુવિધા આપવી છે, લોકો અમારી પાસે જવાબ માંગે છે જેવો હોબાળો મચાવી કંપનીનો સીધીરીતે કે આડક્તરી રીતે બચાવ જ કરી રહ્યા છે! અને જે રીતે જિ.પં.ના રાજકીય વર્તુળોમાં અને ખુદ શાસક પક્ષમાં કંપની તરફથી ચોક્કસ આગેવાનોની સાથે મોટું સેટીંગ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે તેને પૂરતું સમર્થન મળી રહ્યું છે!
જિલ્લા પંચાયતના કરોડો રૂપિયાના વિકાસ કામો નબળા થઈ રહ્યા છે અથવા વિલંબમાં પડ્યા છે અથવા ચાલુ જ થયા નથી તેની પાછળ શાસકો અને ચૂંટાયેલા ઉચ્ચ્ રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા સાંઠગાંઠ કારણભૂત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial