Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર માટે દાખલ અજાણ્યા વૃદ્ધનું નિપજ્યું મોતઃ
જામનગર તા. ૧૪: જામજોધપુરમાં ગઈકાલે સવારે કચરો સળગાવતી વેળાએ એક વૃૃદ્ધાની સાડીમાં તણખો ઉડ્યા પછી તેઓ દાઝી ગયા હતા. આ વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અલ્સરની બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ અજાણ્યા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકની ઓળખ માટે પોલીસે તજવીજ કરી છે.
જામજોધપુર શહેરની તિરૂપતિ સોસાયટીમાં અયોધ્યા એપાર્ટમેન્ટ નજીક રહેતા મુકતાબેન રવજીભાઈ સાપરીયા (ઉ.વ.૭૭) નામના વૃદ્ધા ગઈ કાલે સવારે પોતાના ઘરની બહાર કચરો સળગાવતા હતા ત્યારે તેઓએ પહેરેલી સાડીમાં અગનજવાળા અટડી જતા આ વૃદ્ધા દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.તેમના પુત્ર જયેશભાઈએ પોલીસને જાણ કરી છે. આ વૃદ્ધા પાંચેક વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા સાંઈઠ વર્ષના લાગતા એક અજાણ્યા વૃદ્ધનું ગઈકાલે બેભાન થઈ ગયા પછી મૃત્યુ નિપજ્યું છે. સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. મૃતક હાલમાં અલ્સરની બીમારીથી પીડાતા હતા. અગાઉ તેઓએ કોઈ કારણથી ડાબો પગ કપાવ્યો હતો. તેમાં રસી થઈ જતાં તેની પણ સારવાર કરવામાં આવી રહી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial