Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે
ભાટિયા તા. ૧૪: ભાટિયામાં ગૌમાતાની સેવા-જતન કરતી સંસ્થા જય મુરલીધર ગૌશાળામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ધારાસભ્ય પબુભા માણેક તથા બારાડી વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ગૌશાળામાં ૩૦૦થી વધારે નિરાધાર, અપંગ, બીમાર ગૌમાતાની સેવા કરવામાં આવે છે.
જય મુરલીધર ગૌશાળામાં ટ્રસ્ટ દ્વારા નવા પ્રવેશ દ્વારનું નિર્માણ કરાયું છે. વૈષ્ણવ સેવાભાવી નટુભાઈ દત્તાણી પરિવાર દ્વારા વિશાળ શેડ બનાવાયો છે. ગૌભક્ત લક્ષ્મીદાસ દામોદરભાઈ સામાણી તરફથી ચબૂતરો બનાવી આપવામાં આવ્યો છે. સ્વ. સામજીભાઈ વેરસીભાઈ દત્તાણી પરિવાર તરફથી ગાયો માટે પીવાના પાણીનો અવેડો બનાવી આપવામાં આવ્યો છે.
આ તમામ સુવિધાયુક્ત વિકાસ કામોનું ઉદ્ઘાટન/ લોકાર્પણ ધારાસભ્ય પબુભા માણેક તથા મોટાભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાટિયાના સરપંચ કે.વી. ચાવડા, જિ.પં. સભ્ય અરવિંદભાઈ આંબલિયા, પૂર્વ સરપંચ નુંઘાભાઈ કરંગિયા, પીએસઆઈ ઝાલા, લોહાણા મહાજનના પ્રમુખ દામોદરભાઈ દાવડા, ડી.એલ. પરમાર, હિતેષભાઈ ભોગાયતા, ખીમાભાઈ ચોપડા, નિલેશભાઈ કાનાણી, તા.પં. સભ્ય મસરીભાઈ ગોજિયા, નટુભાઈ દત્તાણી, રાજુભાઈ સામાણી, કિશોરભાઈ દત્તાણી, પ્રફુલ્લભાઈ ભાયાણી, નયનભાઈ ઘ્રેવાડા, અજયભાઈ ઉનડકટ, નીતિનભાઈ નથવાણી, સતિષભાઈ પાંઉ, નારણદાસ કાનાણી, નટુભાઈ દાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પૂજાવિધિ સંજયભાઈ ગોરે કરાવી હતી. ગૌશાળાના સંચાલકો પરેશ દાવડા, વેજાણંદભાઈ, સભ્યોએ સૌનું સ્વાગત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial