Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા-જામનગર રોડ પર રેલવે ઓવરબ્રીજનું કામ શરૂ જ થતું નથી!

રસ્તા પરની માલિકીના મુદ્દે પાલિકા તંત્ર, કાન્ટ્રાક્ટર અને રલવે તંત્ર વચ્ચે સંકલનનો અભાવઃ

ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયા શહેરમાંથી જામનગર-રાજકોટ જવાના તમામ રસ્તા પર ટ્રેઈન ફાટક નડતર હોય, રાજ્ય સરકાર ખાસ કિસ્સામાં ૩પ કરોડ ઉપરાંતના ખર્ચ રેલવે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાનું મંજુર કરીને તેની રકમ પણ ફાળવી દીધી તથા જી.યુ.ડી. વિભાગ દ્વારા ખંભાળિયા પાલિકામાં સંકલન કરીને ટેન્ડર કરીને કામનો હુકમ કર્યાને પણ પાંચ મહિનાનો સમય થઈ ગયા પછી હજુ કામ શરૂ થતું નથી. જાણવા મળતી વિગત પ્રમાણે જે રસ્તા પર આ કામ થવાનું છે તે રસ્તા પરની માલિકીના મુદ્દે પાલિકા તંત્ર, કોન્ટ્રાક્ટર તથા રેલવે તંત્ર વચ્ચે સંકલન ના થતા આ કામ ચાલું થતું નથી.

કરોડોના ખર્ચે આ ઓવરબ્રીજ બને તો લોકોને જે ફાટક બંધ રહેવાને કારણે દિવસમાં અનેક વખત કતારોમાં ઉભવું પડે છે તથા ઈમરજન્સીમાં બહારગામ જતા દર્દીઓને માટે પણ મુશ્કેલી ઊભી થતી હોય, ઓવરબ્રીજનું કામ તાકીદે શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.

આ ઓવરબ્રીજનું કામ તાકીદે શરૂ કરવા ચૂંટાયેલા ઉચ્ચ રાજકીય નેતાઓને રેલવે તંત્રને તેમજ ન.પા. અને કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપી હતી અને જે તે સમયે સંબંધિત વિભાગોએ વ્હેલીતકે કામ શરૂ કરવાની ખાત્રી પણ આપી હોવા છતાં  પાંચ-પાંચ મહિનાથી વર્ક ઓર્ડર દેવાય ગયો હોવા છતાં કોન્ટ્રાક્ટરે કામ જ ચાલુ કર્યું નથી અને તંત્ર નિષ્ક્રિય થઈ કામ શરૂ થવાની રાહ જોઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh