Advertisement
Author: નોબત સમાચાર

એસસીએસટીના ગુન્હામાં ધરપકડ અંગે પાઠવાયું આવેદન

આરોપીઓની પોલીસ ધરપકડ ન કરતી હોવાનો કરાયો આક્ષેપઃ

જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા થોડા સમયથી એસસીએસટી એક્ટ હેઠળ નોંધાતા ગુન્હામાં પોલીસ દ્વારા પોલીસ મથકમાં જ જામીન આપી દેવાતા હોવાની રજૂઆત સાથે જામનગર એસસીએસટી એડવોકેટ્સ અને સમાજના પ્રતિનિધિઓ દ્વારા એસપીને આવેદન પાઠવાયું છે. સાત વર્ષની કેદની સજાની જોગવાઈવાળા આ ગુન્હામાં આરોપીની ધરપકડ કરવાની સત્તા હોવા છતાં આરોપીઓની કેટલાક કિસ્સાઓમાં ધરપકડ કરાતી નથી. તે માટે રાજ્યના મુખ્ય પોલીસવડાની કચેરી દ્વારા પરિપત્ર આવ્યો હોવા છતાં તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમ જણાવી આવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, થોડા દિવસ પહેલાં લાલપુરના પીપળીમાં એડવોકેટ પર પૂર્વ સરપંચે હુમલો કર્યાનો બનાવ બન્યો હતો તેમાં તથા રામપર રવેશીયા ગામમાં થયેલા હુમલામાં પણ આરોપીની ધરપકડ થઈ નથી. આરોપીઓને નોટીસ આપીને જવા દેવામાં આવ્યા છે. આ ગુન્હામાં આગોતરા જામીનની પણ જોગવાઈ નથી ત્યારે પોલીસ આરોપીઓને છાવરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે તેવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh